1 મેથી હાઈવે પર ટોલ માટે GPS સિસ્ટમ, ફાસ્ટેગની જરૂર નહીં
હવેથી દેશના નેશનલ હાઈવે પર ટોલ ટેક્સની વસૂલાતની પદ્ધતિમાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આગામી 1 મે, 2025થી ફાસ્ટેગ સિસ્ટમને બદલે સેટેલાઈટ આધારિત નવી ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે નવી ટોલ નીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
નવી સિસ્ટમ ગ્લોબલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (GNSS) પર આધારિત હશે, જે GPS દ્વારા વાહનના લોકેશનને ટ્રેક કરશે અને મુસાફરીના અંતર પ્રમાણે સીધો ટોલ ટેક્સ બેંક ખાતામાંથી કાપશે. ફાસ્ટેગનો ઉપયોગ હવે 30 એપ્રિલ, 2025 સુધી જ થઈ શકશે. ત્યારબાદ વાહનોમાં GPS ડિવાઈસ લગાવવું પડશે, જે બેંક ખાતા સાથે લિંક હશે. આ નવી સિસ્ટમથી ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે, જેટલી મુસાફરી એટલો જ ટોલ ચૂકવવો પડશે, ઈંધણ અને પ્રદૂષણમાં ઘટાડો થશે. સરકાર આ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવશે.