સાઇકલ ચલાવવાથી શરીરની અનેક બીમારીઓ થાય છે છુમંતર
કોરોનાના સમયમાં લોકો જ્યારે પોતાની તંદુરસ્તી(health) માટે ફરી એકવાર વિચાર કરતા થયા છે ત્યારે સાઇકલ (Cycle) ચલાવવાનો ટ્રેન્ડ(trend) ફરી એકવાર વધી ગયો છે. થોડા વર્ષો પહેલા જ્યારે લોકો સાયકલ ચલાવવામાં શરમ અનુભવતા હતા. પરંતુ હવે જે લોકોના ઘરમાં મોંઘીદાટ અને લક્ઝ્યુરિયસ કાર છે તે લોકો પણ સાઇકલ ચલાવે છે.
યુવાનોમાં જ્યાં ફિટનેસ માટે લોકો સાયકલ ચલાવવા પસંદ કરે છે અને બોડીને સ્લીમ(slim) બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. ત્યાં જ કેટલાક લોકો પોતાની હેલ્થ મેઈન્ટેઈન કરવા માટે પણ સાયકલ ચલાવી રહ્યા છે.
આવો તમને બતાવીએ સાયકલ ચલાવવાના ફાયદા.
જો તમે દિવસમાં બે કિલોમીટર અથવા તો 30 કિમી સુધી સાયકલ ચલાવો છો. તો વધારે લાંબો સમય સુધી યુવાન દેખાશો. અડધો કલાક સાઇકલ ચલાવવાથી શરીરના બધા જ અંગો એક્ટિવ થઈ જાય છે. જેથી રાત્રે સારી ઊંઘ મેળવવામાં મદદ મળે છે. અડધો કલાક સાઇકલ ચલાવવાથી બોડીની ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.જેથી લોકો ઓછા બીમાર પડે છે. સાઇકલ ચલાવવાથી બોડીના તમામ સેલ્સ પણ મજબૂત થઈ જાય છે.
સુરત એક સાઇકલ વિક્રેતાનો કહેવું છે કે સાયકલ ચલાવવાનો ક્રેઝ હવે ધીમેધીમે વધી રહ્યો છે. યુવાનોમાં લેટેસ્ટ ગિયરવાળી સાઇકલ ટ્રેન્ડમાં છે. જેની કિંમત 5500 સુધીની 8500 રૂપિયા સુધી થાય છે.
બેઠાડુ જીવનના કારણે મોટાપણું, હૃદયરોગ અને ડાયાબિટીઝ જેવી સમસ્યાઓ વધી રહી છે. ત્યારે ફિટ અને આકર્ષક દેખાવા તમે જો કોઈ સારી એક્સરસાઇઝ વિશે વિચારતા હોવ તો તે સાઈકલિંગ જ છે.
સારા આરોગ્ય માટે, કેન્સરનો ખતરો ઓછો કરવા, મસલ્સ બનાવવા માટે, સ્ટેમીના વધારવા માટે, વજન ઘટાડવા માટે, ફેફસાની મજબૂતાઈ માટે સાઇકલ ચલાવવુ ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે. સાઇકલ ચલાવવાથી બીમારીઓને દૂર ભગાવી શકાય છે.
જોકે સાઇકલ ચલાવતી વખતે ધ્યાન રાખો કે તમારે વધારે માત્રામાં પાણી પીવાથી બચવું જોઈએ. તેનાથી તમને પેટમાં દુખાવો અને ઉલટી ઉબકા જેવી સમસ્યા ઉભી થઇ શકે છે. ઉપરાંત સાઇકલ ચલાવતા પહેલા ફેટ યુક્ત ખોરાક ખાવાથી પણ બચો. જેનાથી આળસ વધે છે અને એનર્જી ઓછી થાય છે.