દેશમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર, કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય નહીં લે તો હજુ થશે મોંઘું
દેશમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. અને જો આવું જ ચાલતું રહ્યું તો ડીઝલ પણ થોડા દિવસોમાં 100 રૂપિયાને પાર પહોંચી જશે. પરંતુ આ મોંઘવારી અહીં જ નથી રોકાવાની. સૂત્રોના જણાવવ્યા અનુસાર આવનાર દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ પણ વધવાના છે. એટલે કે સામાન્ય માણસને તો ડાઝ્યા પછીના ડામ જેવી પરિસ્થિતિ ઉભી થવાની છે.
કિંમત વધવાને લઈને કેન્દ્ર પણ નહીં કરે કોઈ દખલ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ સરકાર કિંમત વધવાને લઈને કોઈ દખલગીરી પણ નહીં કરે. સરકારી સૂત્રોના હવાલે મળેલી જાણકારી અનુસાર પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો ધીરે-ધીરે કરવામાં આવશે. એટલે કે રેટને 10-10 પૈસા કરીને વધારવામાં આવશે. કિંમતોમાં અચાનકથી કોઈ વધારો નહીં કરવામાં આવે. એટલે કે સરકાર સામાન્ય માણસોને ઝાટકા તો આપશે જ પણ ધીર-ધીરે. જો આ રીતે જ ભાવ વધતો રહ્યો તો આવનાર 15-20 દિવસોમાં જ પેટ્રોલ-ડિઝલનો ભાવ ત્રણ રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ જશે. ડીઝલના ભાવમાં પણ 1-2 રૂપિયા સુધી વધારો થશે.
સરકાર કેમ નથી કરતી કંઈ?
પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલથી નક્કી થાય છે. એટલે કે સરકાર કિંમતોને રેગ્યુલેટ નથી કરી શકતી. માટે ભાવ ઘટાડવા સરકારના હાથમાં નથી. વધુમાં વધુ સરકાર પોતાનો ટેક્સ ઘટાડીને રાહત આપી શકે છે. પરંતુ સરકાર હાલ સરકાર દખલ આપવા નથી માંગતી.