કોરોના એલાર્મ હવે 5 મિનિટમાં જ ખબર પડી જશે.
કોરોનાએ સમગ્ર વિશ્વના લોકોને ડરાવી દીધા છે. કોરોનાના લક્ષણો પણ એટલા સામાન્ય છે કે, કોઈ પણ વ્યક્તિ છીંક ખાય કે ખાંસી ખાય તો પણ લોકો હવે બે ફૂટ દૂર જતા રહે છે. આ સંજોગોમાં વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે તેને સામાન્ય શરદી-ખાંસી છે તે પણ પારખવું મુશ્કેલ છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં વ્યક્તિને કોરોના છે કે નહીં તે માટે તાત્કાલિક પરિણામ મળી શકે તે માટે રેપિડ ટેસ્ટ કરવામાં આવતો હોય છે. તે ઉપરાંત RTPCR દ્વારા પણ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. જોકે RTPCRનું પરિણામ 24 કલાક પછી મળતું હોય છે અને રેપિડ ટેસ્ટ 100 ટકા વિશ્વસનીય માનવામાં આવતો નથી. તો આ દરમિયાન બ્રિટનના વૈજ્ઞાનિકોએ એક એવી એલાર્મ સિસ્ટમ બનાવી છે જેનાથી કોરોના સંક્રમિત વ્યક્તિને સરળતાથી ઓળખી શકાય છે.
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમણે એક એવુ સીલિંગ માઉન્ટેડ કોવિડ એલાર્મ બનાવ્યું છે. જેમાં રૂમમાં કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ હશે તો તે વિશે 15 મિનિટમાં જ ખબર પડી જશે.
વિવિધ સ્થળે હવે આ ડિવાઈસનો ઉપયોગ કરાશે
ધી સન્ડે ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે કોરોના સંક્રમિતની ઓળખ કરનાર આ ટેક્નોલોજીનો આગામી ટૂંક સમયમાં વિમાનની કેબિનમાં, ક્લાસરૂમમાં, કેર સેન્ટર્સ, ઘર અને ઓફિસોની સ્ક્રીનિંગમાં મદદરૂપ થાય તેવી શક્યતા છે. આ મશીન આકારમાં સ્મોક અલાર્મથી થોડું મોટું હશે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને ડરહમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આ વિશે કરવામાં આવેલા રિસર્ચના પ્રાથમિક પરિણામો આશાજનક રહ્યા છે.
લેબ-એન્ટિજન ટેસ્ટ કરતા આ ડિવાઈસ વધારે અસરકારક
વૈજ્ઞાનિકોએ ટેસ્ટિંગ દરમિયાન જણાવ્યું છે કે, ડિવાઈસમાં પરિણામ પર 98-100 ટકા વિશ્વાસ રાખી શકાય એમ છે. આ ડિવાઈસ પીસીઆર લેબ આધારિત કોવિડ-19 ટેસ્ટ અને એન્ટિજન ટેસ્ટની સરખામણીએ વધારે સ્પષ્ટ રીતે કોરોના સંક્રમિતોની માહિતી આપી શકે છે.કેમ્બ્રિજશાયર ફર્મ રોબોસાઈન્ટિફિક દ્વારા બનાવાવમાં આવેલું આ સેન્સર સ્કીન દ્વારા ઉત્પન્ન થતાં રસાયણથી સંક્રમિતોની ઓળખ કરે છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના શ્વાસમાં હાજર રસાયણની તપાસ કરીને આ મશીન દ્વારા પરિણામ આપવામાં આવે છે. આ સેન્સર ‘વાષ્પશીલ કાર્બનિક યૌગિક’ માનવ નાકથી સુંઘવા માટે બહુ જ સુક્ષમ સ્મેલ ઉભી કરે છે. કોવિડ અલાર્મ રિસર્ચની ટીમના એક ચેપ્ટરથી ખ્યાલ આવ્યો છે કે, કુતરા દ્વારા પણ તેની ઓળખ કરી શકાય છે. જોકે આ અલાર્મ દ્વારા તેના પરિણામ વધારે સારા મેળવી શકાય છે.