Uncategorizedઆંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ટ્વિટર બાદ હવે ઈન્સ્ટાગ્રામ વિરૂદ્ધ કેસ દાખલ, સરકાર એક્શન લેવાની તૈયારીમાં

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર બાદ હવે ફોટો-વીડિયો નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પણ તપાસના ઘેરામાં છે. દિલ્હી પોલીસે સ્પેશિયલ સેલની ટીમને એક મોટી કાર્યવાહી કરતા ઈન્સ્ટાગ્રામ વિરૂદ્ધ એક કેસ દાખલ કર્યો છે. પાછલા થોડા સમયથી ઈન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ છે. સ્પેશિયલ સેલના સૂત્રો અનુસાર, દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં હાલ કોઈ પણ વ્યક્તિનું નામ આપીને તેને આરોપી નથી ગણાવવામાં આવ્યો.

મંગળવારે દાખલ કરવામાં આવી હતી FIR
આ એફઆઈઆરને મંગળવારે દાખલ કરવામાં આવી હતી. તેના પર કલમ 153Aનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેસ દાખલ થયા બાદ સ્પેશિલ સેલની ટીમે પુછપરછ માટે નોટિસ મોકલી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદન નોંધશે. ત્યાર બાદ આ મામલામાં યોગ્ય કાર્યવાહીને અંજામ આપવામાં આવશે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વીટર વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરતા તેની ઈન્ટરમીડિયરીનો દર્જજો સમાપ્ત કરી દીધો હતો. એટલે કે તેની કાયદાકીય સંરક્ષણની ભુમિકા સમાપ્ત કરી દેવામાં આવી છે. હવે આપત્તિજનક પોસ્ટના સંબંધિત શખ્સની સાથે-સાથે ટ્વિટર પણ તે વિવાદ માટે જવાબદાર હશે.

સમિતિ કરશે 18 જૂને બેઠક 
સોશિયલ મીડિયા પર દેશ વિરોધિ ગતિવિધિઓ, ધાર્મિક લાગણીઓ દુભાવા, સાંપ્રદાયિક તણાવ, સમાજમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ ઉત્પન્ન કરવા જેવા ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે. જેથા આ મામલાની ગંભીરતાને જોતા રાજધાની દિલ્હી, યુપી સહિત ઘણા રાજ્યોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિરૂદ્ધ કેસ દાખલ કરવાં આવી રહ્યો છે. મામલાને ગંભીરતાથી જોતા ખાસકરીને ટ્વીટર સાથે જોડાયેલા મામલાઓ પર 18 જૂને એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x