કોરોનાની કોવિન રસી માટે રજિસ્ટ્રેશનની જરુર નહીં, સીધા સેન્ટર પર જઈ રસી લઈ શકાશે
હવે રસી લેવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાની જરુર નથી
સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી રુપે સુરક્ષા કવચ પુરુ પાડવા તત્પર છે. આજ કારણ છે કે સરકાર દેશમાં દરેક નાગરિકને કોરોના રસીનું અભિયાન ચલાવી રહી છે. હવે રસીકરણને સરળ બનાવવા લોકોને સુવિધા મળે તે માટે કોવિન એપ અથવા વેબસાઈટ પરન રજિસ્ટ્રેશનના ફરજિયાતપણાને સમાપ્ત કર્યુ છે. સરકારના નવા નિયમ મુજબ કોઈ વ્યક્તિ પોતાની નજીકના વેક્સીનેશન સેન્ટર જઈને ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને રસી લઈ શકે છે.પીઆઈબી તરફથી જારી નિવેદનમાં સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના રસી દેશના દરેક ખુણા સુધી પહોંચાડવા માટે હેલ્થ વર્કર્સ તથા આશા વર્કર્સ ગ્રામિણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં જશે અને લોકોને ઓન સાઈટ રજિસ્ટ્રેશન માટે જાગૃત કરશે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો હજું પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કરાવી શકતા. એજ કારણ છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના રસીકરણ અભિયાનની સ્પીડ ઘણી ઓછી છે.
મંગળવારે 18-44 વર્ષની ઉંમરના વર્ગના 13,13, 438 લોકોની રસીનો પહેલો ડોઝ અપાયો
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાણકારી આપતા કહેવામાં આવ્યુ છે કે 13 જૂન સુધી કોવિનના માધ્યમથી કરવામાં આવેલા 28.36 કરોડ રજિસ્ટ્રેશનમાંથી 16.45 કરોડ (58 ટકા) લાભાર્થીઓએ ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીથી થઈ હતી. 16 જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં 26 કરોડથી વધારે લોકોને કોરોનાના બીજા ડોઝ પર અપાઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાણકારી આપતા કહેવામાં આવ્યું છે કે મંગળવારે 18-44 વર્ષની ઉંમરના વર્ગના 13,13, 438 લોકોની રસીનો પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 54, 375 લોકોને બીજો લગાવાયો છે.
21 જૂનથી દરેક રાજ્યને મફત લગાવાશે રસી
સરકારે 21 જૂનથી ફરી રસીકરણ અભ્યાસની કમાન હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રએ આશ્વાસન આપ્યુ છે કે આ મહિને 12 કરોડ રસીના ડોઝ ઉપલબ્ધ થશે.