ગુજરાત

ધો.10-12ની બોર્ડ પરીક્ષાની આ વર્ષની માર્કશીટ અત્યાર સુધી અપાતી માર્કશીટો કરતા અલગ હશે.

અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ આ વર્ષે કોરોનાને લીધે રદ કરી દેવાઈ છે ત્યારે સરકાર દ્વારા નક્કી કરાયેલી ફોર્મ્યુલા મુજબની ગણતરીથી માસ પ્રમોશનનું પરિણામ આપવામા આવનાર છે.જેમાં વિદ્યાર્થીઓને માર્કશીટ તો અપાશે પરંતુ જે અત્યાર સુધી અપાતી માર્કશીટો કરતા અલગ હશે.જેમાં આ વર્ષે ખાસ તૈયાર કરાયેલા ખાસ પરિણામની વિગતની નોંધ લખવામા આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે અપાનાર ધો.10 અને 12ની માર્કશીટો અત્યાર સુધી અપાતી હતી તેવી માર્કશીટો જેવી નહી હોય.ધો.10માં રેગ્યુલરના  8.37 લાખ અને ધો.12માં રેગ્યુલરના 6.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને અપાનાર માર્કશીટોમાં સરકારના ઠરાવની ખાસ નોંધ મુકવામા આવનાર છે.

સરકારે પરીક્ષા રદ કરતા જે ખાસ નોટિફિકેશન કર્યુ છે તેનો ઉલ્લેખ બોર્ડની માર્કશીટના પાછળના ભાગમાં કરવામા આવશે.જે અંગ્રેજીમાં હશે.ગુજરાત બોર્ડ દ્વારા અપાતી માર્કશીટોમા અત્યાર સુધી પાછળના ભાગમાં ગ્રેડિંગની ગણતરીનો ઉલ્લેખ હોય છે ત્યારે આ વર્ષે ખાસ સરકારના ઠરાવની નોંધ મુકાશે.

સરકારે હાલની માહામારીની સ્થિતિને લઈને જે માસ પ્રમોશન અને પરીક્ષા રદનો જે ઠરાવ કર્યો છે તે બાબતનો ઉલ્લેખ માર્કશીટમાં કરવામા આવનાર હોવાથી આ વખતની એટલે કે 2021ના વર્ષની બોર્ડની માર્કશીટ અલગ રહેશે.જો કે માર્કશીટમાં ક્યાંય પણ માસ પ્રમોશનનો ઉલ્લેખ નહી કરાય અને અગાઉ અપાતા ગ્રેડ પણ આપવામા આવશે.જેથી વિદ્યાર્થીઓને નુકશાન નહી થાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x