ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સૌ પ્રથમ ગુજરાતી મુવીને સ્થાન મળ્યું, ગાંધીનગરની તન્વી ફિલ્મ દ્વારા બનેલ ગટ્ટુ માય ફ્રેન્ડ મુવીને એવોર્ડ
ગાંધીનગર :
એક સાથે 6 જેટલા MIDGET કલાકારોને દર્શાવતી ગુજરાતી ફિલ્મ ગટ્ટુ માય ફ્રેન્ડ ને ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતાં ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં ગૌરવવંતી ઘટના બની છે. તન્વી ફિલ્મ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી ગુજરાતી ફિલ્મને ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. દેશભરમાં સૌ પ્રથમવાર ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં ગુજરાતી મુવીને સ્થાન મળ્યું છે.
સર્ટીફીકેટ મળતાં જ આનંદ છવાયો
તન્વી ફિલ્મના ઓનર અને ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર જગદીશ સોની કહે છે કે ગટ્ટુ માય ફ્રેન્ડ મુવીને ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતાં ગૌરવ અનુભવુ છું. મેં અને મારી ટીમ પણ સર્ટીફીકેટ મળતાં ખુબ આનંદની લાગણી અનુભવીએ છીએ. અમને કલ્પના પણ ન હતી કે અમારી ફિલ્મને દેશભરમાં સૌ પ્રથમ સ્થાન મળશે.
ગટ્ટુ માય ફ્રેન્ડની વાર્તા શું હતી…?
6 જેટલા ગટ્ટુ ( MIDGET ) મુખ્ય પાત્રમાં હતી. જેમાં નાના બાળકો સાથે રમતા એક ગટ્ટુનું અપહરણ કરવામાં આવે છે. નોટબંધીના કારણે ચલણી નોટોની બેગ ગુમ થઈ જાય છે. જેને શોધવા માટે અપહરણ કરવામાં આવે છે. ફિલ્મમાં કોમેડી અને ટ્રેજેડી પણ હતા. જે દર્શકોને ખુબ ગમ્યા હતા.
કેવી રીતે આવ્યો વિચાર…?
ફિલ્મ પ્રોડ્યુસર, રાઈટર અને ડીરેક્ટર જગદીશ સોની પ્રાઉડ ફોર યુ સાથે વાત કરતાં કહે છે કે વર્ષ 2014માં અમારી ફિલ્મ ચોરના ભાઈ ઘંટી ચોરનું શુટીંગ કરતા હતા. જેમાં એક ગટ્ટુ કલાકાર હતો. જે સમય મળતાં જ યુનિટના સભ્યો સાથે કોમેડી કરતો હતો. જે કોમેડી નિહાળીને વિચાર સુજ્યો કે ગટ્ટુઓ પણ સમાજનું યુનિક પાત્ર છે, જે દરેક લોકોને હસી મઝાક કરાવે છે. એટલે તે સમયે યુનિક વિચાર સુજ્યો કે ગટ્ટુઓના પાત્રને લઈ ફિલ્મ બનાવવી. ગટ્ટુ માય ફ્રેન્ડ ફિલ્મ બનાવવાનો આઈડીયા મળ્યો.
6 ગટ્ટ ( MIDGET ) કલાકારોને શોધ્યા
ગટ્ટુ માય ફ્રેન્ડ મુવી માટે ગટ્ટુ કલાકારોને શોધવા માટે તપાસ શરુ કરી. જેમાં 5 પુરુષ અને 1 મહિલા કલાકારને શોધી કાઢ્યા. ગટ્ટુ માય ફ્રેન્ડ મુવીનું શુટીંગ માત્ર 9 દિવસ અને 4 રાતમાં પુર્ણ કરવામાં આવ્યું હતું. 2018 માં રીલીઝ થયેલી મુવીને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો.
તન્વી ફિલ્મે પ્રોડ્યુસ કરી છે 6 ફિલ્મ
લાંઘણજ ગામના મુળ વતની જગદીશ સોનીની તન્વી ફિલ્મ ( ગાંધીનગર ) દ્વારા અત્યાર સુધીમાં આત્મા, શિવના 16 સોમવાર, ચોરના ભાઈ ગંટી ચોર, યુવા કથાઃ પ્રોબ્લેમ અને સોલ્યુસન, રોશની અને ગટ્ટુ માય ફ્રેન્ડ નામની ગુજરાતી ફિલ્મો બનાવવામાં આવી છે. જેમાં યુવા કથા અને રોશની ફિલ્મ રીલીઝ કરવાની બાકી છે.