જમ્મુ કાશ્મિરના વિવિધ રાજકીય પક્ષ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક
જમ્મુ-કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા શરૂ કરવાના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે 24મી જૂનના રોજ, દિલ્લી ખાતે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં હાજરી આપવા માટે, પીડીપીના વડા મહેબૂબા મુફ્તી, ભાજપના નેતા રવિંદર રૈના અને કવિંદર ગુપ્તા દિલ્હી પહોંચ્યા છે. જ્યારે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા આજે દિલ્લી આવશે. આ બેઠક કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રના રાજકીય પક્ષો વચ્ચે સંવાદની શરૂઆત હોઈ શકે છે, પરંતુ વિપક્ષના વલણને જોતા બેઠક બાદ કોઈ નક્કર પરિણામની અપેક્ષા નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઓછામાં ઓછા ચાર કેન્દ્રીય પ્રધાનો અને જમ્મુ-કાશ્મીરના ગુપકાર જૂથ સહિત 14 રાજકીય પક્ષો બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. જો કે બેઠક અંગે કોઈ એજન્ડાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે બંને પક્ષ વિરોધી એજન્ડા સાથે બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
સંકેતો અનુસાર, નેશનલ ક કોન્ફરન્સ (એનસી), પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી), પીપલ્સ કોન્ફરન્સ (પીસી) જેવા જમ્મુ કાશ્મિરના જૂના રાજકીય પક્ષો વિશેષ દરજ્જો અને કલમ 370 ની કલમ પુનઃ લાદવા પર એક થઈને અવાજ ઉઠાવશે. તો બીજી તરફ, કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મિરમાં ચાલી રહેલી સીમાંકન પ્રક્રિયામાં રાજકીય રીતે ભાગ લેવા માટે તમામ પક્ષોનુ સમર્થન મેળવવા માટે દબાણ કરશે.
પીએમ મોદી પીડીપીના વડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી મંગળવારે કહ્યું હતું કે જમ્મુના વિશેષ દરજ્જાને રદ કરવાના પગલાંને પરત લીધા વિના આ પ્રદેશમાં શાંતિ પુન: સ્થાપિત થશે નહિ. ગુપકાર ગઠબંધનની બેઠક પછી, તેમણે કહ્યું કે વડા પ્રધાન સાથેની મુલાકાત દરમ્યાન તેવો જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની પુન:સ્થાપના માટે દબાણ કરશે. જે અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે.
5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકારે બંધારણની કલમ 37૦ હેઠળ રાજ્યને અપાયેલો વિશેષ દરજ્જાની મોટાભાગની જોગવાઈઓ પરત ખેંચતા જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કરી દીધું હતું. જે પછી 6 માર્ચ 2020 ના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઇની આગેવાની હેઠળ એક નવી સીમાંકન પંચની રચના કરી. સંભાવના છે કે સીમાંકન પછી જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું, “મહાગઠબંધનનો એજન્ડા એ છે કે જે કાંઈ પણ આપણી પાસેથી છીનવી લેવામાં આવ્યું છે, આપણે આ વાતચીત કરીશું. તે એક ભૂલ હતી, તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય હતું. અમારો પક્ષ ક્યારેય કેન્દ્ર સાથેની વાતચીતનો વિરોધ કરવા નહતો, પરંતુ જમ્મુ અને કાશ્મીરના લોકો જે રીતે કોરોનાના કારણે દેશના અન્ય ભાગોમાં કેદીઓને મુક્ત કરવામાં આવ્યા તેવા વિશ્વાસ વધારવાના પગલા ઇચ્છતા હતા .