મોદી સરકારે જ્વેલર્સને આપી મોટી રાહત, હવે આ રીતે પણ ચૂકવી શકશે લોનની રકમ
કેન્દ્ર સરકારે જ્વેલર્સને મોટી રાહત આપી છે. જ્વેલર્સને ગોલ્ડ લોન ચૂકવવાનો એક વધારે ઓપ્શન આપવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકના નવા નિયમ બાદ હવે જ્વેલર્સ ગોલ્ડ લોનનો કેટલોક ભાગ ફિઝિકલ ગોલ્ડના રૂપમાં પણ ચૂકવી શકશે. રિઝર્વ બેંકે બુધવારે બેંકને કહ્યું છે કે તેઓ જ્વેલરી એક્સપોર્ટ્સ અને ઘરેલૂ ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સને ગોલ્ડ લોનના કેટલાક ભાગને સોનાના રૂપમાં આપવાનો વિકલ્પ આપે. જીએમએલના પેમેન્ટ ભારતીય રૂપિયામાં ઉધાર લેવાયેલા ગોલ્ડના મૂલ્યની બરાબર છે. રિઝર્વ બેંકે આ નિયમોની સમીક્ષા કરી છે.
શું કહે છે ભારતીય રિઝર્વ બેંકનો નવા નિયમ
ભારતીય રિઝર્વ બેંકના સર્ક્યુલરના આધારે બેંકને ગોલ્ડ લોનનો કેટલોક ભાગ એક કિલો અથવા તેનાથી વધારે ગોલ્ડના રૂપમાં આપવાનો વિકલ્પ લેનદારોને આપવો જોઈએ. જેમાં થોડી શરતો રહેશે. હાલના નિર્દેશો અનુસાર ગોલ્ડને આયાત કરવા માટે નક્કી બેંક અને ગોલ્ડ મોનેટાઈઝેશનની સ્કીમ એટલે કે જીએમએસ 2015માં ભાગીદારી કરનારા પ્રાધિકૃત બેંક જ્વેલરી એક્સપોર્ટ્સ અને ગોલ્ડ જ્વેલરીના ઘરેલૂ મેન્યુફેક્ચરર્સને જીએમએલ પૂરા પાડી શકે છે.
2015માં શરૂ કરાઈ હતી જીએમએસ
ઉલ્લેખનીય છે કે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમના આધારે તમે તમારા ગોલ્ડને બેંકમાં જમા કરી શકો છો. આ સ્કીમમાં બેંક વ્યાજ આપે છે. સરકારે આ સ્કીમ 2015માં શરૂ કરી હતી. તેનો હેતુ ઘર અને ટ્રસ્ટમાં રખાયેલા ગોલ્ડનો સારો ઉપયોગ કરવાનો છે.