અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં શુક્રવારે ભૂકંપ આવ્યો તેની તીવ્રતા 5.3 રહી હતી.
કાબૂલમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 રહી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ આજે સવારે 4.34 વાગે ભૂકંપના આંચકાથી કાબૂલના ઉત્તરમાં ધરતી કાંપી હતી. ભૂકંપના આ ઝાટકાથી અત્યાર સુધીમાં કોઈ જાન માલનું નુકસાન થયું નથી.ગુરુવારે ભારતના મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લામાં 3.7 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. પરંતુ આનાથી કોઈને નુકસાનના સમાચાર નથી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રમુખ વિવેકાનંદ કદમે જણાવ્યું કે બપોરે 12 વાગ્યાથી માત્ર થોડીત મિનિટ પહેલા ડહાણુના 25 કિલો મીટર પૂર્વમાં ભૂકંપ અનુભવાયો છે. અધિકારીએ જણાવ્યું કે ભૂકંપથી કોઈ નુકશાન થવા અથવા સંપત્તિને નુકસાન પહોંચવાના સમાચાર નથી.
કેમ આવે છે ભૂકંપ
પૃથ્વી અનેક લેયરમાં વહેંચાયેલી છે અને જમીનની નીચે અનેક પ્રકારની પ્લેટો હોય છે. આ પ્લેટ્સ એક બીજા સાથે ફસાતી રહે છે. પરંતુ ક્યારેક ક્યારેક પ્લેસ ખસે છે. જેના કારણે ભૂકંપ આવે છે. કઈ બાર તેમાં વધારે કંપન હોય છે અને તેની તીવ્રતા વધી જાય છે. જેનાથી અનેક વાર ભૂકંપ આવી ચૂક્યો છે. ભારચમાં ભૂકંપ પૃથ્વીની અંદર પરતોમાં થનારી ભૌગોલિક હલચલના આધાર પર કેટલાક ઝોન નિર્ધારિત કરવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાઓ પર આ વધારે હોય છે. તો કેટલીક જગ્યાઓ પર ઓછી. આ શક્યતાઓના આધાર પર ભારતને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. જે જણાવે છે કે ભારતમાં અહીં સૌથી વધારે ભૂકંપનું સંકટ છે. જેમાં ઝોન 5માં વધારે ભૂકંપની શક્યતા રહે છે. અને 4માં તેનાથી ઓછા અને 3માં તેના કરતા પણ ઓછી હોય છે શક્યતા.