1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબર, આજે મળી રહી છે અગત્યની બેઠક
છેલ્લા દોઢ વર્ષથી 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરોના મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) સંબંધિત જે ખુશખબરના ઈન્તેજારમાં છે જેમને જલ્દી સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા National Council of JCM આ મામલે આજે કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે બેઠક કરવા જઈ રહી છે.
આજે આવશે નિર્ણય
National Council of JCM,, કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) અને નાણાં મંત્રાલયના અધિકારીઓ વચ્ચે એક બેઠક આજે યોજાશે. ગયા મહિને 8મી મેના રોજ આ બેઠક યોજાવાની હતી પરંતુ કોરોના રોગચાળાની બીજી લહેરના ગંભીર સ્વરૂપના કારણે આ બેઠક મોકૂફરાખવામાં આવી હતી.
DA એરીયર અંગે થશે ચર્ચા
JCMના રાષ્ટ્રીય પરિષદના શિવા ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સેન્ટ્રલ કર્મચારીઓને 7 મા પગાર પંચના DA એરીયર અને નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7 મા પગાર પંચના DR લાભ ચૂકવવાનો રહેશે. JCMની રાષ્ટ્રીય પરિષદે માહિતી આપી છે કે આ બેઠકની અધ્યક્ષતા ભારતના કેબિનેટ સચિવ કરશે.
1.2 કરોડ લોકો માટે સારા સમાચારની આશા
શિવા ગોપાલ મિશ્રાએ કહ્યું કે DA અને DR એરીયર બાબતે કેબિનેટ સચિવ અને નાણાં મંત્રાલયનું વલણ ખૂબ જ સકારાત્મક છે કારણ કે તે કેન્દ્ર સરકારના 1.2 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને લગતો મુદ્દો છે. JCMની રાષ્ટ્રીય પરિષદ આ બેઠક અંગે ખૂબ જ આશાવાદી છે તેઓ આશા રાખે છે કે મીટિંગમાંથી સારા સમાચાર બહાર આવશે.
1જુલાઈથી DA વધારવામાં આવશે
કેન્દ્ર સરકારે 1 જુલાઇથી કર્મચારીઓના DA અને DR શરૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ 3 બાકી DA વિશે સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી. આ અંગે કર્મચારીઓના મનમાં આશંકાઓ છે. કર્મચારીઓની અપેક્ષા છે કે સરકાર જુલાઈ 1 થી DA વધારા સાથે તેમના એરીયર પણ આપશે.