ગુજરાત

કુકડ ગામે પરિણીતાની પતિ-સાસુ સામે ફરિયાદ

ભાવનગર, તા.ર૪

હાલ મહુવા શહેરના જનતાપ્લોટ નં.ર, જૂની સદ્ભાવના હોસ્પિટલ સામે પિયરમાં રહેતાં ઋુતુબા દિગ્વિજયસિંહ ઉર્ફે નટુભા ગોહિલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેણીના લગ્ન ચારેક વર્ષ અગાઉ ઘોઘા તાલુકાના કુકડ ગામના દિગ્વિજયસિંહ ઉર્ફે નટુભા ગોહિલ સાથે થયા હતા. જે દાંપત્યજીવન દરમિયાન ફરિયાદીને તેના પતિ દિગ્વિજયસિંહ ઉર્ફે નટુભા બટુકસિંહ ગોહિલ ખરાબ વર્તન કરી, વારંવાર લડાઈ-ઝઘડો કરતાં હતા.

તેમજ ફરિયાદીને તેના પતિ દિગ્વિજયસિંહ તથા તેણીની સાસુ પવનબા બટુકસિંહ ગોહિલે એકસંપ કરી કરિયાવર ઓછો લાવી છો તેમ કહી મેણાટોણાં મારી, અપશબ્દો બોલી, શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદીના પતિ અને સાસુ વિરૃધ્ધ આઈપીસી કલમ ૪૯૮/અ, પ૦૪, પ૦૬/ર, ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એચ.આર.હેરભા ચલાવી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x