એસ્ટ્રાઝેનેકાના બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે 6 મહિનાથી વધુ સમય હશે, તો રોગ પ્રતિકારક શક્તિ વધશે – સંશોધન
ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા રિચર્સમાં કહેવામાં આવ્યું છે કે, એસ્ટ્રાઝેનેકા વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચે 45 અઠવાડિયાના સમય અંગે રિચર્સ કરતા રોગ પ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો થયો હોવાનુ જણાયુ છે.
આથી, એસ્ટ્રાઝેનેકા (Astrazenaca) વેક્સિનના બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે પણ વધુ અંતરાલથી કોરોના સામે રક્ષણ મેળવી શકાશે, જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં બહાર આવ્યું છે.
હાલ, કોરોના વેક્સિન કેવિશિલ્ડના બીજા અને ત્રીજા ડોઝ વચ્ચેનો સમય પણ વધારવામાં આવ્યો હતો, જેને કારણે નારાજગી જોવા મળી હતી. પરંતુ સરકારે સ્પષ્ટતા કરી હતી કે, કોવિશિલ્ડમાં બે ડોઝ વચ્ચેનો સમય યોગ્ય અભ્યાસ કરીને વધારવામાં આવ્યો છે.
એસ્ટ્રાઝેનેકા રસીના પ્રથમ(First) અને બીજા ડોઝ વચ્ચે 45 અઠવાડિયા સુધીના અંતરાલને(Duration) લીધે રોગપ્રતિકાર શક્તિમાં(Immunity) વધારો થયો છે, એમ અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે.
આથી તારણ(Conclusion) કાઢવામાં આવ્યું છે કે, બીજા ડોઝ પછી છ મહિનાથી વધુ સમય પછી ત્રીજો ડોઝ આપવામાં આવે તો પણ એન્ટિબોડીઝમાં(antybody) નોંધપાત્ર વધારો થશે અને શરીરમાં રોગપ્રતિકારક પ્રતિભાવમાં “મજબૂત વૃદ્ધિ” પ્રેરિત કરશે. જો કે, હજુ આ રિચર્સની સમીક્ષા કરવામાં આવી નથી.
ઓક્સફોર્ડ ટ્રાયલના મુખ્ય અધિકારી એન્ડ્ર્યુ પોલાર્ડ (Andrew Polaard) જણાવ્યું કે, જે દેશમાં આ વેક્સિનના ઓછા પુરવઠો છે તેવા દેશ માટે આ રાહતના સમાચાર ગણી શકાય અને તેઓ દેશની વસ્તીને બીજો ડોઝ અને ત્રીજા ડોઝ વચ્ચે વધુ અંતરાલવો વિકલ્પ અપનાવી શકે છે. વધુમાં ઉમેર્યું કે, પહેલા ડોઝ અને બીજો ડોઝ વચ્ચે 10 મહિનાનો અંતરાલ રાખવામાં આવે તો પણ ઉતમ પ્રતિસાદ(Best result) મળશે.
સંશોધનકારોએ (Reserchers) જણાવ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકા બીજા અને ત્રીજા ડોઝના અંતરાલ બાદ પણ પરિણામો સકારાત્મક છે, ખાસ કરીને અદ્યતન રસીકરણ કાર્યક્રમો ધરાવતા દેશો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ત્રીજા ડોઝનો સમય વધારવા બાબતે વિચારણા કરી શકે છે.
ટ્રાયલના વરિષ્ઠ સંશોધનકાર, ટેરેસા લેમ્બેએ(Teresa Lambe) જણાવ્યું હતું કે, “રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બૂસ્ટર જેબ્સની(Booster jabes) જરૂર પડશે કે કેમ તે જાણી શકાયું નથી.” પરંતુ એસ્ટ્રાઝેનેકા બીજા અને ત્રીજા ડોઝના અંતરાલમાં એન્ટિબોડી પ્રતિભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.”
ઓક્સફોર્ડ અભ્યાસમાં બહાર આવ્યું કે, સામાન્ય રીતે રસીથી થતી આડઅસરો “પ્રથમ ડોઝની સરખામણીમાં બીજા અને ત્રીજા ડોઝમાં આડઅસરો(Infection) ઓછી જોવા મળે છે.
મહત્વપૂર્ણ છે કે, કોરોના સંક્રમણને રોકવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને જ માનવામાં આવી રહ્યું , ત્યારે જે દેશોમાં એસ્ટ્રેજેનેકા વેક્સિનનો ઓછો જથ્થો છે, તેવા દેશોને આ રિચર્સથી જરુરથી ફાયદો થશે.