આરોગ્યગુજરાતરાષ્ટ્રીય

તરૂણોને મળી શકે છે સુરક્ષા કવચ, ઝાયડસે DNA આધારિત રસી માટે માગી મંજૂરી

ઝાયડસ કેડીલા તરફથી તરૂણો માટે કોરોના (Corona) ની રસી (Vaccine) અંગે સારા સમાચાર મળ્યા છે. ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ તેની DNA આધારિત રસીના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે.

ગુજરાત અને દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ હતી. ત્યારે કોરોના મહામારીમાં સૌથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઝાયડસે 12 થી 18 વર્ષના તરુણો માટે રસી (Vaccine) વિકસાવી છે. તેમજ રસીનું નામ ઝાયકોવ-ડી (Zycov-D) નામ આપવામાં આવ્યું છે. કંપનીએ આ રસી માટે 50 સેન્ટરમાં કિલનિકલ ટ્રયલ હાથ ધર્યું છે.

ભારતમાં 12 થી 18 વર્ષના તરુણો માટે ટેસ્ટ થયેલી આ સૌ પ્રથમ રસી (Vaccine) છે. કંપનીએ 1 હજાર તરુણો પર ટ્રાયલ કર્યું છે. જેમાં એ જોવા મળ્યું કે, રસી (Vaccine) ના બીજા ડોઝ બાદ કોરોના કેસ નોંધાયો નથી તેમજ રસી બાદ કોઈનું મૃત્યું પણ થયું નથી. ઝાયડસે ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ પાસે મંજૂરી માગી છે.

રાજ્યમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના કોરોના રસીકરણ (Corona Vaccination) માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 40.77 ટકા એટલે કે, 2 કરોડ 61 હજાર 255 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનાર લોકોની સંખ્યા 30મી જૂન-2021 સાંજ સુધીમાં 2 કરોડને પાર થઈ ગઈ છે, એટલું જ નહિ 56 લાખ 16 હજાર 736 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.

રાજ્યમાં 30 જૂનના રોજ 100થી ઓછા એટલે કે, 90 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના (Corona) ના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x