ગાંધીનગર

પ્રોજેકટ “સેવ ગ્રીન ગાંધીનગર”માં ભાગ લેવાની મુદત તા. ૮મી જુલાઇ સુધી લંબાવાઇ

ગાંધીનગર
એક સમયે સમગ્ર એશિયામાં ગ્રીનેસ્ટ કેપિટલનું બિરુદ જેને પ્રાપ્ત હતું તેવા ગુજરાતના પાટનગર ગાંધીનગરને ફરી હરિયાળું શહેર બનાવવા અને ગ્રીનેસ્ટ કેપિટલનો દરજ્જો ફરી પાછો અપાવવાના પ્રયાસમાં ભાગીદાર થવાના આશયથી શહેરના પર્યાવરણપ્રેમી યુવાનોની સ્વૈચ્છિક સંસ્થાઓ “પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ” અને “હેપ્પી યુથ ક્લબ” ના સંયુક્ત ઉપક્રમે “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે પ્રોજેકટ “સેવ ગ્રીન ગાંધીનગર”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેને પ્રોત્સાહક પ્રતિસાદ મળતા લોકલાગણીને માન આપીને પ્રોજેકટમાં ભાગ લેવાની મુદત વધારવામાં આવી છે.
આયોજકો દ્વારા પ્રત્યેક ગાંધીનગરવાસીને “સેવ ગ્રીન ગાંધીનગર” પ્રોજેકટમાં જોડાઇને વૃક્ષારોપણનો સંકલ્પ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. પ્રોજેકટમાં ભાગ લેનારે સંસ્થાના ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજ પર આપેલ લિન્ક પર ક્લિક કરીને સંકલ્પ ફોર્મ ભરી મોડામાં મોડુ તા.૮મી જુલાઇ સુધીમાં પોતાની પસંદગીની જગ્યાએ વૃક્ષારોપણ કરીને તેની સાથેનો પોતાનો એક સેલ્ફી અથવા ફોટો પ્રોજેકટ કોઓર્ડિનેટરના મોબાઈલ નંબર પર વ્હોટ્સએપથી પોતાના નામ સાથે મોકલી આપવાનો રહેશે. પ્રોજેકટમાં ભાગ લેનાર વૃક્ષારોપણનો સંકલ્પ કરી તેને પાર પાડનાર ગાંધીનગરવાસીને આયોજકો રથયાત્રાના પવિત્ર દિવસે “ઇ-સર્ટિફિકેટ”થી સન્માનિત કરવામાં આવશે.આ પ્રોજેકટમાં ભાગ લેવા લિન્ક મેળવવા અથવા વૃક્ષારોપણ માટે વિના મૂલ્યે છોડ મેળવવા માટે પ્રોજેકટ કોઓર્ડિનેટર કલ્પેશ જોશીનો મો.નં. ૯૪૨૭૦૫૧૩૫૨ ઉપર સંપર્ક સાધી શકાશે તેવું સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x