મોબાઈલ નહીં તો રસી નહીં ? હિમતનગરના રસી કેન્દ્રો પરથી લોકો પરત ફર્યા
અત્યાર સુધી કહેવાતું આવ્યું છે કે મોબાઈલ એ આધુનિક માનવીનું જાણે એક અભિન્ન અંગ બની ગયું છે. તે બાબતને યથાર્થ કરતો એક મામલો સામે આવ્યો છે. જો કોઈ વ્યક્તિ પાસે મોબાઈ નથી તો કદાચ તે રસીકરણથી વંચિત રહી શકે છે. કારણ કે વેક્સિનેશનના નવા સોફ્ટવેરમાં હવે તેવું અપડેટ આવ્યું છે કે OTP વગર રસીકરણની પ્રક્રિયા આગળ વધી શકશે નહી.
હિંમતનગરના રસી કેન્દ્રો પર આવેલા ઘણા લોકોને મોબાઈલ વગર રસી નહીં મળતા પરત ફરવું પડ્યું હતું. ભારતમાં હજુ પણ તેવા લાખો પરિવાર હશે કે જેઓ મોબાઈલ ધરાવતા નથી. એક બાજુ ગુજરાત સહિત દેશભરમાં રસીકરણ અભિયાન પૂર બહારમાં ચાલી રહ્યું છે ત્યારે આવા ટેકનિકલ વિઘ્નો રસીકરણ અભિયાનમાં અવરોધ ઊભા કરે છે. આવા લોકો માટે શું વિકલ્પ હોય શકે તે આગળ જોવું રહ્યું.