ગુજરાત

AAPના નેતાઓ પર થયેલા હુમલામાં ભાજપના હોદ્દેદારો જ નીકળ્યા હુમલાખોરો, સામસામે ફરિયાદ દાખલ

વિસાવદરના લેરિયા ગામે આપના કાફલા પર થયેલા હુમલા મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. આ સમગ્ર ઘટનામાં બંને પક્ષો દ્વારા સામસામી હત્યાની કોશિશની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જે અંતર્ગત આપના પ્રવિણ રામ, જયસુખ પાઘડાળ તેમજ હરેશ સાવલિયા સહિત 40થી 50 લોકોના ટોળાં સામે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે કે સામા પક્ષે 10 શખ્સો સહિત કુલ 40થી 50ના ટોળાં સામે હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરાઇ છે. બંને પક્ષો સામે આઈપીસીની 307 સહિતની કલમો લગાવવામાં આવી છે. આપ પરના હુમલાખોરો ભાજપના હોદ્દેદારો હોવાનું ખૂલ્યું છે.વિસાવદર પંથકમાં આપના કાફલા પર વીતી સાંજે હુમલા બાદ આખી રાત હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આપના નેતા ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા સહિતના નેતાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આપના નેતાઓએ રાત પોલીસ સ્ટેશનમાં જમીન પર સૂઈ રાત વીતાવી પડી હતી. આ સાથે ન્યાય નહીં મળે તો દીલ્હીથી અરવિંદ કેજરીવાલ આવશે તેવી પણ ચિમકી ઉચ્ચારતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.

હુમલા બાદ આમ આદમીના સેંકડો કાર્યકરો વિસાવદર પોલીસ સ્ટેશને ઉમટી પડ્યાં હતા

આમ આદમીના આગેવાનોની ગાડીના કાફલા પર હીચકારા હુમલા બાદ આમ આદમીના સેંકડો કાર્યકરો વિસાવદર પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમો પણ વિસાવદર દોડી આવી હતી. આપના નેતાઓ અને જિલ્લા પોલીસ વડા સાથે ફરિયાદ લેવા બાબતે અનેકવાર વાટાઘાટો થઇ પરંતુ મોડી રાત સુધી ફરીયાદમાં વિલંબ થતા આપના કાર્યકરો પોલીસ સ્ટેશનમાં રાત વીતાવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x