ગુજરાત કોંગ્રેસની બબાલ દિલ્હી પહોંચી : સવાણી સસ્પેન્ડ, 6ને નોટિસ, આજે થઈ શકે છે મોટો ખુલાસો
ગુજરાત યુથ કોંગ્રેસમાં પણ જુથવાદ સામે આવ્યો જેમાં યુથ કોંગ્રેસની બેઠકમાં થયેલી બબાબ મામલે 6 લોકોને કારણદર્શન નોટિસ પાઠવવામાં આવી હતી જ્યારે યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ અને યુથ કોંગ્રેસ સેક્રેટરી ઘટનાની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ગુજરાત યુથ કોંગ્રેસમાં જુથવાદ સામે આવ્યો
યુથ કોગ્રેસની બેઠકમાં થયેલા હોબાળાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો જે બાદ ઈન્ડિયન યુથ કોંગ્રેસના અધયક્ષ શ્રીનિવાસે 6 લોકોને કારણ દર્શન નોટિસ પાઠવવામાં આવી જેમાં પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિંહ જાડેજા, અર્નિશ મિશ્રા, તેમજ કરણસિંહ તોમર સહિત નિખિલ સવાણી અને વિશ્વનાથ વાઘેલાને પણ નોટિસ આપવામાં આવી હતી જે બાદ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખને દિલ્હીથી તેડું આવતા તેઓ દિલ્હી પહોંચ્યા હતા. અને પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે દિલ્હી જઇ ખુલાસો કરવો પડ્યો હતો.
ઈન્ડિયન કોંગ્રેસ પ્રમુખ 6 લોકોના કારણદર્શન નોટિસ આપી
મહત્વનું છે કે યુથ કોંગ્રેસમાં 35 વર્ષની વય મર્યાદા હોવાછતા 35 વર્ષથી વધુની વયના નિખિલ સવાણી જૂથના નેતાઓને યુથ કોંગ્રેસના પ્રમુખ બનવાની છૂટ અપાઇ હતી જેને લઈ યુથ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જૂથના તાઓને અસંતોષ થતા મામલો ગરમાયો હતો જે બાદ નિખિલ સવાણી અને રાજપુત જૂથના નેતાઓ વચ્ચે બબાલ થઈ હતી જેમાં સવાણી-વિશ્વનાથ વાઘેલાને ગુલાબસિંહ રાજપુત જૂથના યુવક નેતાઓએ લાફા ઝીંકી દીધા હતા. સવાણી-વાઘેલાએ વળતો પ્રહાર પણ કર્યો. જે બાદ ગુજરાત કોંગ્રેસમાં થયેલી આ બબાલનો મામલો દિલ્હી સુધી પહોંચતા ઈન્ડિયન યુથ કોંગ્રેસ પ્રમુખે 6 લોકોને કારણદર્શન નોટિસ પાઠવી હતી.
ગુજરાત યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ અને સેક્રિટરી સસ્પેન્ડ કરી દેવાયા
ગુજરાત યુથ કોંગ્રેસ સામે કાર્યવાહીના ભાગ રૂપે ગુજરાત યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખને નિખિલ સવાણી અને યુથ કોંગ્રેસ સેક્રેટરી હેમંત ઓગલે ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે યુથ કોંગ્રેસમાં સામે આવેલા જૂથવાદ મામલે આજે નિખિલ સવાણી પત્રકાર પરિષદ યોજી પોતાની આપવિતી કહેશે તેવું જણાઈ રહ્યું છે.