આઇ.ટી.આઇ. ગાંધીનગર (મહિલા) ખાતે એડમિશન પ્રકિયા શરૂ
ગાંધીનગર :
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર (મહિલા) ખાતે હાલમાં એડમિશન-૨૦૨૧ પ્રક્રિયાની શરૂ થયેલ છે. આઇ.ટી.આઇ ખાતે મહિલાઓને લગતાં કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસિસ્ટન્ટ(કોપા), કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર, સુઈંગ ટેક્નોલોજી, ફેશન ડિઝાઈન એન્ડ ટેક્નોલોજી, એમ.એલ.ટી. ટેક્નોલોજીસ્ટ ટ્રેડમાં વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે. જેમાં 8 પાસ, 10 પાસ તેમજ બી.એસસી. કરેલ ઉમેદવારોને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે. દરેક ટ્રેડમાં ફાઈનલ પરીક્ષા પાસ કરનાર તાલીમાર્થીઓને આપવામાં આવતું એન.સી.વી.ટી./જી.સી.વી.ટી. નું પ્રમાણપત્ર છે જે ભારતભરમાં નામાંકિત કંપનીઓમાં રોજગારી તેમજ સ્વરોજગારી માટે ઉપયોગી છે. હાલ આઇ.ટી.આઇ ખાતે દરેક ટ્રેડમાં અદ્યતન મશીનરી, ઇક્વિપમેન્ટ, હેન્ડ ટુલ્સ અને અનુભવી તજજ્ઞ ઈન્સ્ટ્રક્ટરો દ્વારા તાલીમ આપવામાં આવે છે. સંસ્થા ખાતેથી સફળતા પૂર્વક તાલીમ મેળવેલા તાલીમાર્થીઓને નામાંકિત કંપનીઓમાં પ્લેસમેંટ(નોકરી), એપ્રેન્ટિસશીપ તેમજ સ્વરોજગારીની તકો ઉપલબ્ધ થાય છે. આઇ.ટી.આઇ ખાતે અભ્યાસ કરતાં તાલીમાર્થીઓને સરકારી નિયમો મુજબ સ્કોલરશીપ, બસ કન્સેશન પાસ, સાઈકલ જેવી વિવિધ યોજનાઓનો લાભ મળવાપાત્ર રહેશે. વધુ માહિતી-માર્ગદર્શન માટે આઇ.ટી.આઇ.ની વેબસાઈટ www.itiadmission.gujarat.gov.in, www.mahilaitigandhinagar.gujarat.gov.in જોવા અથવા સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત લેવી.
કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં અસંખ્ય મોત થયા છે, કેટલાય પરિવાર નિરાધાર થયાં છે. જેની લોકોના જીવનમાં સામાજિક, આર્થિક તેમજ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ગંભીર અસરો પડી છે. આવી પરિસ્થિતિમાં કોરોના કે અન્ય કોઈ પણ કારણે માતાપિતા તેમજ પરિણિત બહેનોએ પોતાના પતિ ગુમાવી દીધા હોય તો તેવા બહેનો જો ચાલુ વર્ષે આઈટીઆઈમાં એડમિશન મેળવશે તો તેઓના તાલીમ, સ્ટેશનરીથી માંડી રોજગારી આપવા સુધીની તમામ જવાબદારી સંસ્થાનાં આચાર્યશ્રી એચ. એલ. ચૌધરી દ્રારા ઉઠાવવામાં આવશે.