બિગ બોસ TV પહેલા જોવા મળશે આ જગ્યાએ, એ પણ 24 કલાક લાઈવ
સલમાન ખાન જે શો થકી સૌથી વધુ વિવાદમાં રહે છે તેનું નામ સૌ કોઈ જાણે જ છે. જી હા બિગ બોસ (Bigg Boss) શોના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. શોને લઈને કહેવામાં આવી રહ્યું છે હવે આ શો જલ્દીથી જ આગામી સિઝન સાથે આવવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર આગામી સિઝન પ્રથમ OTT પર શરુ થશે. આ બાદ તેને TV પર શિફ્ટ કરવામાં આવશે. આ નવી સિઝનને બિગ બોસ OTT (Bigg Boss OTT) કહેવામાં આવશે.
આ લોકપ્રિય શોને ટેલિવિઝન પ્રીમિયર પહેલા OTT પ્લેટફોર્મ વૂટ (Voot) પર લોન્ચ કરવામાં આવશે. એટલું જ નહીં ખાસ વાત તો એ છે કે વૂટ પર એક કલાકના એપિસોડ સિવાય દર્શકોને ચોવીસ કાલક કન્ટેન્ટ અને બિગબોસના ઘરમાં શું ચાલી રહ્યું છે તે લાઈવ જોવા મળશે.
શોમાં ઘણા બદલાવ
આ શોમાં દર વખતે મોટા સેલિબ્રીટી ઉપરાંત નાના મોટા કલાકારો પણ આવતા હોય છે. પરંતુ આ વખતની સિઝનની વાત કરીએ તો કહેવાઈ રહ્યું છે કે આ સિઝન એટલે કે Bigg Boss 15 માં સેલિબ્રિટી સહીત સામાન્ય માણસો એટલે કે કોમનર્સની પણ એન્ટ્રી થશે. આ સાથે જ દર્શકોને પણ કેટલાક પાવર આપવામાં આવશે. જેમાં તેઓ તેમના પસંદ કરી શકશે કે કયા પ્રતિસ્પર્ધીને ઘરમાં રાખવો છે અને કોને નહીં.
આ વખતે ટીમનો છે મોટો પ્લાન
તમને જણાવી દઈએ કે 12 પ્રતિસ્પર્ધી બિગ બોસના ઘરમાં રહેશે. અહેવાલો અનુસાર જ્યારે 12 માંથી 8 લોકો ઘરથી આઉટ થઇ જશે ત્યારે શો TV પર લાવવામાં આવશે. ટેલીવીઝન પર શો આવ્યા બાદ બિગ બોસના ઘરમાં કેટલાક સ્ટાર્સ આવવાની વાત પણ ચાલી રહી છે. આ વખતે બિગ બોસ શો 6 મહિના સુધી ચલાવવાનો પ્લાન બનાવીને ટીમ આવી રહી છે. હાલમાં શોની પ્રીમિયર ડેટ ઓકટોબર 2021 કહેવામાં આવી રહી છે.
ડર વખતે દર્શકોની રૂચી જળવાઈ રહે તે માટે આ શોના મેકર્સ કંઇક ના કંઇક નવું લઈને આવતા હોય છે. જોવું રહ્યું કે આ વખતના તેમના પ્રયોગ કેટલા સફળ થાય છે. અને કેટલા નહીં.