11 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ! દુનિયાના બીજા નંબરના સૌથી નાના ગ્રેજ્યુએટ બનવાનો રેકોર્ડ
11 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ કદાચ આ સાંભળી તમને થોડુ અસંભવ લાગે પણ આને સંભવ કર્યુ છે લોરેન્ટ નામના માત્ર 11 વર્ષના બાળકે. જે 11 વર્ષની ઉંમરે બીજા નંબરનો સૌથી નાની ઉંમરનો ગ્રેજ્યુએટ બન્યો છે. લૉરેન્ટને (Laurent) ભવિષ્યમાં મનુષ્યને અમર બનાવવાના ટૉપિક પર અભ્યાસ કરવો છે. આપને જણાવી દઈએ કે બેલ્જિયમના લૉરેન્ટે યુનિવર્સિટી ઓફ એન્ટવેપર્સાં ફિઝિક્સમાં બેચલર પૂર્ણ કર્યુ છે. મહત્વપૂર્ણ છે કે ત્રણ વર્ષના બેચલર કોર્સને લોરેન્ટે માત્ર 1 વર્ષમાં પૂર્ણ કર્યો છે. લૉરેન્ટે 85 ટકા સાથે ટૉપ કર્યુ છે.
10 વર્ષના વ્યક્તિના નામે પહેલો રેકોર્ડ
આપને જણાવી દઈએ કે લૉરેન્ટ એ સૌથી નાની ઉંમરનો બીજા નંબરનો વ્યક્તિ છે. જેણે આ રેકોર્ડ બનાવ્યો છે. પહેલો રેકોર્ડ મિશેલ કેર્નીના નામ પર છે. જેણે 1994માં યુનિવર્સિટી ઑફ સાઉથ એલ્બામાંમાંથી 10 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યુ હતું. 10 વર્ષની ઉંમરે તેણે એન્થ્રોપોલોજીની ડીગ્રી મેળવી હતી. 11 વર્ષના સફરમાં લૉરેન્ટની જીવનમાં ઘણી તકલીફો પણ આવી, ઘણી યુનિવર્સીટીએ તેને એડમિશન આપવાની ચોખ્ખી ના પાડી. લોરેન્ટના પરિવારે તેને સપોર્ટ કરવા માટે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવ્યું છે, તેના 60 હજારથી વધારે ફોલોઅર્સ છે.
લૉરેન્ટને ભણવુ છે દુનિયાના શ્રેષ્ઠ પ્રોફેસર પાસે
લોરેન્ટે જણાવ્યુ કે હું નાની ઉંમરમાં ગ્રેજ્યુએટ થયો તેનાથી મને કોઈ ફરક પડતો નથી. મારે શક્ય તેટલું વધારે નોલેજ એકત્ર કરવુ છે. મારા ગોલ માટે આ ફર્સ્ટ પઝલ પાર્ટ છે. મારો ગોલ ઈમ્મોર્ટલ છે. લૉરેન્ટને મનુષ્યના અંગોને મિકેનિકલ પાર્ટ સાથે એક્સચેન્જ કરવા છે. આ એક મોટી પઝલ છે. લોરેન્ટને દુનિયાના બેસ્ટ પ્રોફેસર સાથે કામ કરવુ છે.