ગુજરાત

કેબિનેટ વિસ્તરણ બાદ પ્રથમ વખત અમિત શાહ ગુજરાતની મુલાકાતે, જાણો કેમ ખાસ છે આ વખતનો પ્રવાસ

આજથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાત મુલાકાતે છે તેઓ આજે રાત્રે 8:30 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે જ્યાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મેયર અમિત શાહનું એરપોર્ટ પર સ્વાગત કરશે.

આ રીતે હશે અમિત શાહનો સમગ્ર કાર્યક્રમ

અમિત શાહનો ત્રણ દિવસ ગુજરાત પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે અમિત શાહ આ ત્રણ દિવસ દરમિયાન અનેક લોકાર્પણના કામો કરશે તેમજ આ વખતે યોજાનાર રથયાત્રા પહેલા પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કરશે અને વહેલી સવારે રથયાત્રા પહેલા મંગળા આરતી કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન અમિત શાહ અનેક વિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને તેમના હસ્તે  અનેક લોકાર્પણના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ત્યારે અમિત શાહના આગમનથી લઈને દિલ્હી પરત ફરવા સુધીનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

10 જૂલાઈએ અમિત શાહનું એરપોર્ટ પર આગમન થશે

10 જૂલાઈએ રાત્રે 8.30 કલાકે કેન્દ્રિયમંત્રી અમિત શાહનું અમદાવાદમાં આગમન થશે જ્યાં એરપોર્ટ પર ગૃહ રાજ્યમંત્રી અને મેયર તેમનું સ્વાગત કરશે. 11 જૂલાઈએ અમિત શાહ 150 કરોડના ખર્ચે થનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, તેમજ વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. સવારે 11 કલાકે અમિત શાહ ઓડા નિર્મિત સિવિક સેન્ટર ઉદ્ધાટન કરશે તેમજ ઓડા દ્વારા બનાવેલ લાઈબ્રેરીનું પણ ઉદ્ધાટન કરશે. તે બાદ બપોરે 12 વાગ્યે વેજલપુર કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરશે અને સાંજે 4 કલાકે સાણંદ સ્થિત APMC ના નવા ભવનનું પણ લોકાર્પણ કરશે.

સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરશે

કોરાન કેસના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે અને આ વખતે શહેરમાં જ્યારે રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે અમિત શાહ અમદાવાદમાં સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક પણ કરશે મહત્વનું છે કે રથયાત્રાને લઈ શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જડબેસલાક સુરક્ષા વચ્ચે અમિત શાહ સાંજે પરિવારજનો સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરશે.

અમિત શાહ સવારે મંગળા આરતીમાં ભાગ લેશે

12 જૂલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનાર છે ત્યારે વહેલી સવારે 4 વાગ્યે અમિત શાહ મંગળા આરતીમાં ભાગ પણ લેશે જે બાદ ભગવાન જગન્નાથના દર્શન કરી ઘરે પરત ફરશે અને બપોરે 12.30 કલાકે કલોલના નાદરીપુર ગામે એક કાર્યક્રમમાં હાજરી આપશે.

13 જૂલાઈએ અમિત શાહ દિલ્હી જવા રવાના થશે.

અમિત શાહ ગાંધીનગર ખાતે એક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરી બપોરે 1 વાગ્યે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાત લેશે જ્યાં તેઓ નાર્કોટિક ડ્રગ્સ અને સાઈકોટ્રોપિત સેન્ટરનું લોકાર્પણ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x