ગુજરાતધર્મ દર્શન

રથયાત્રા પહેલા યોજાઈ નેત્રોત્સવ વિધિ, જાણો કેમ ભગવાનની આંખે કેમ બાંધવામાં આવે છે પાટા?

અમદાવાદમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોવિડ ગાઈડલાઈન સાથે યોજાવાની છે. તૈયારીઓ તડામાર ચાલી રહી છે અને સમગ્ર મંદિર રંગબેરંગી લાઈટોથી ઝગમગી રહ્યું છે. ત્યારે આજે કોવિડ નિયમોના પાલન સાથે ભગવાનની નેત્રોત્સવ વિધિ યોજાવાની છે. તો શું છે આ નેત્રોત્સવ વિધિ ચાલો જાણીએ…

શું છે નેત્રોત્સવ વિધિ?

ભગવાન જગન્નાથ રથયાત્રાના 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. જેઠ માસની અમાસે મોસાળથી ભગવાન નિજ પરત આવે છે. મોસાળથી આવ્યા બાદ ભગવાન બીમાર થતા આંખો આવી જાય છે. જેથી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે, આ સમગ્ર વિધિને નેત્રોત્સવની વિધિ કહેવામાં આવે છે.

પહિંદવિધિ બાદ સવારે રથ નિજ મંદિરથી પ્રસ્થાન કરશે

હવે જ્યારે રથયાત્રને સરકારની મંજૂરી મળી ગઈ છે રથયાત્રાના આયોજની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જો કે રથયાત્રાને લઈ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી હવે જ્યારે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગ રૂપે આગોતરી જાણકારી આપવામાં આવી છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી નિજ મંદિર ખાતે આરતીમાં કરશે, ત્યારે બાદ સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતીમાં ભાગ લેશે પહિંદવિધિ બાદ સવારે રથ નિજ મંદિરથી પ્રસ્થાન કરશે.

નિયમો સાથે નીકળશે નાથનો રથ

  • નાથની યાત્રા હશે ભક્તો વિનાની
  • 60 ખલાસીઓ ખેંચશે રથ
  • 19 કીમી હશે રથયાત્રા
  •  રથયાત્રામાં 5 જેટલા વાહનો સામેલ થશે
  •  મહંત અને ટ્રસ્ટી અને 3 રથ સાથે 5 વાહનોને પરમિશન આપવામાં આવશે
  •  ખલાસીઓ 48 કલાક અગાઉનો RT-PCT નેગેટિવ હશે તો જ ભાગ લઈ શકશે
  • વેક્સિનનું પ્રથમ ડોઝ લીધેલા ખલાસીને અગ્રીમતા આપવામાં આવશે
  • રથયાત્રા સાથે જોડાશે તેને ફેસ કવર માસ્કના નિયમનો પાલન કરવાનું રહેશે
  • હાથી, ટ્રક, ભજન મંડળી ,અખાડાને મજૂરી આપવામાં આવી નથી
  • રથયાત્રાના રૂટ પર પોલીસનું રહેશે સખત મોનિટરીંગ
  • લોકો મકાનની છત પર એકઠા ન થયા તે માટે મોનિટરીંગ
  • રથયાત્રા રૂટ પર 15 જેટલા ડ્રોન વડે મોનિટરીંગ કરશે

ભક્તો રોડ પર આવીને દર્શન નહીં કરી શકે

શહેરમાં 19 કિ.મી રથયાત્રાના રૂપ પર આવતા તમામ વિસ્તારોમાં  કર્ફ્યૂ લગાડવામાં આવશે જેથી ભક્તો રોડ પર આવીને દર્શન નહીં કરી શકે તેમજ અમદાવાદની રથયાત્રા સાથે 7 પોલીસ સ્ટેશનનો વિસ્તાર સંકળાયેલો છે જેથી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ રહેશે. સવારે 4થી 5 કલાકમાં રથ નિજ મંદિર પરત ફરે ત્યાં સુધી એટલા સમય પૂરતો કર્ફ્યૂ રહેશે. સવારના 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કર્ફયૂ લગાવવામાં આવશે, જેમાં સ્થાનિક પોલીસ સાથે SRPની 20 ટૂકડીઓ ડિપ્લોય કરી દેવમાં આવી છે, રથયાત્રાના રથ નિજ મંદિરમાં પરત ફરતા જ કર્ફ્યૂમાંથી મૂક્તિ આપવામાં આવશે.

કર્ફ્યૂના નિયમોનું પાલન કરવા માટે મહંત દિલીપદાજીએ અપીલ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રાજ્ય સરકારે રથયાત્રાને મંજૂરી આપી છે. ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ કહ્યું કે રાજ્ય સરકારે કોરોના નિયમ મુજબ રથયાત્રા કાઢવા મંજૂરી આપી છે. આ સમાચાર સાંભળી ખુશી થાય છે કે નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે નગરજનોને કર્ફ્યૂના નિયમોનું પાલન કરવા માટે દિલીપદાજીએ અપીલ કરી છે અને ટીવીના માધ્યમથી ભગવાનના દર્શન કરવા કહ્યું છે. મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતા હવે ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે.

ગુજરાત આવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન શું કાર્યક્રમ રહેશે તે જાહેર કરવામાં આવ્યો છે. અમિત શાહના ગુજરાતમાં આગમનથી લઈને દિલ્હી પરત ફરવા સુધીનો કાર્યક્રમ જાહેર કરાયો છે.  ઉલ્લેખનીય છે કે રથયાત્રાના દિવસે અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિવારજનો સાથે મંગળા આરતીમાં ભાગ લેશે અને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શેન કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x