જગતના નાથ નીકળશે નગરચર્યાએ, આ 8 વિસ્તારોમાં સોમવારે આપ્યું કરફ્યુ, જાણો સમગ્ર માહિતી
અમદાવાદમાં રથયાત્રાને લઇ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ છે. રથયાત્રામાં માત્ર 3 રથ સાથે 120 ખલાસીઓને મંજૂરી આપવામાં આવી છે. આથી રથયાત્રમાં જોડાવનાર તમામ ખલાસીઓના કોરોના ટેસ્ટનું આયોજન કરાયું છે. આવતીકાલે બપોરે 3.30 વાગે મંદિરમાં વેકસિનેટેડ તમામ ખલાસીઓનું કોરોના ટેસ્ટ થશે. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસે એક જાહેરનામુ બહાર પાડ્યું છે.
સોમવારે રથયાત્રા નીકળવાની હોવાથી શહેરના ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરફ્યુગ્રસ્ત જાહેર કરાયો છે. સાથે જ લોકોને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવામાં પોલીસતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે રથયાત્રાને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું. ગૃહ રાજ્યમંત્રીનું પ્રદિપસિંહ જાડેજાએ રૂટનું નિરીક્ષણ કર્યું. અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે 12 જૂલાઈએ રથયાત્રા નીકળશે. જેમાં અમિત શાહ મંગળા આરતી કરશે અને સીએમ રૂપાણી પહિંદવિધિ કરશે.
કોરોના પ્રોટોકોલનું કરાશે પાલન
પ્રદીપસિંહે કહ્યું કે કોરોનાની સ્થિતિમાં લોકોની આસ્થા-સ્વાસ્થ્યનું જતન કરવાનું છે. અને અલગ પરિસ્થિતિ હોવાના કારણે સમગ્ર રૂટનું નિરીક્ષણ કરાયું છે. સાથે જ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાશે. અને 16 જેટલા ડ્રોન સહિતથી દેખરેખ રખાશે. કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન ન થાય તેનું ધ્યાન રખાશે.
હવે જ્યારે રથયાત્રને સરકારની મંજૂરી મળી ગઈ છે રથયાત્રાના આયોજની તૈયારીઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જો કે રથયાત્રાને લઈ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી હવે જ્યારે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગ રૂપે આગોતરી જાણકારી આપવામાં આવી છે. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી નિજ મંદિર ખાતે આરતીમાં કરશે, ત્યારે બાદ સવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સવારે મંગળા આરતીમાં ભાગ લેશે પહિંદવિધિ બાદ સવારે રથ નિજ મંદિરથી પ્રસ્થાન કરશે.