ગુજરાત

મુખ્યપ્રધાન વિજય રુપાણીનો AAP પર પ્રહાર, આમ આદમી પાર્ટીને યોજનાના અમલ કરતાં પ્રચારમાં વધુ રસ

કોવિડ-19 (Covid-19) થી પ્રભાવિત પરિવાર માટે એક કલ્યાણકારી યોજના (Project) વિશે ગુજરાતના સમચારપત્રોમાં એક આખા પેજની જાહેરાત માટે અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી દિલ્હી સરકાર (Delhi Government) પર કટાક્ષ કરતા મુખ્યપ્રધાન વિજય રુપાણી (CM Vijay Rupani) એ કહ્યું કે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) યોજનાને અમલ કરવાની તુલનામાં પ્રચાર વધુ રસ દેખાડે છે.

મુખ્યપ્રધાને (CM) ગુજરાતમાં કોવિડ-19 (Covid-19) ના કારણે માતા-પિતા ગુમાવનારા બાળકોને આર્થિક સહાય આપવા માટે ઉંમરમાં વધારો કર્યો છે. જેમાં 18 વર્ષથી વધારી 21 વર્ષની કરી છે. ગુજરાત સરકારે હાલમાં જ શરુ કરેલી “બાલ સેવા યોજના”નો ઉલ્લેખ કરતા રુપાણીએ કહ્યું કે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) (ભાજપ) સરકાર કોવિડ-19 (Covid-19) ના કારણે અનાથ થયેલા બાળકોને દર મહિને 4,000 રુપિયા આપે છે. જે આપ પ્રશાસન (દિલ્હીમાં પ્રભાવિત પરિવારોને) આપે છે તેના કરતા વધારે છે.

મુખ્યપ્રધાન વિજય રુપાણી (CM Vijay Rupani) ને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ દ્વારા શરુ કરવામાં આવેલી જાહેરાત ઝુંબેશ વિશે પુછવામાં આવ્યું હતુ. તેણે કહ્યું કે, જાહેરાતથી ખબર પડે છે કે, તે (દિલ્હીમાં આપ સરકાર) યોજનાને લાગુ કરવાની તુલનામાં પ્રચારમાં વધુ રસ દેખાડે છે. ત્યારે અમે માત્ર યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તેમના દ્વારા આપવામાં આવેલી રુપિયા 2,500 ની સામે અમે વળતર રુપે 4,000 રુપિયા આપીએ છીએ.

આમ આદમી પાર્ટીએ 2022 માં ગુજરાતમાં થનારી વિધાનસભા ચૂંટણી (Assembly Elections) માં તમામ સીટો પર તેમના ઉમેદવારો મેદાનમાં ઉભા કરવાની યોજના જાહેર કરી છે.

રુપાણીએ કહ્યું કે, અમારી યોજના હેઠળ અનાથ બાળકો 21 વર્ષની ઉંમર સુધી 4,000 રુપિયાની દર મહિને સહાયતા અને 24 વર્ષની ઉંમર સુધી ઉચ્ચ શિક્ષણ માટે 6,000 રુપિયાની દર મહિને સહાય મેળવવાને પાત્ર છે. તેમણે કહ્યું કે, અમે બાળકોના બેંકમાં પૈસા પહેલા જ જમા કરાવી ચૂક્યા છીએ. જેનાથી ખબર પડે છે કે, અમે પ્રચાર કરતા યોજનાના અમલીકરણમાં વધુ રુચિ રાખીએ છીએ.

ગુજરાતના અગ્રણી અખબારોમાં એક પાનાની જાહેરાતો સામાન્ય લોકોને દિલ્હીના લોકો માટે આમ આદમી સરકારની નવી યોજના, મુખ્યમંત્રી કોવિડ-19 પરિવાર આર્થિક સહાયતા યોજના વિશે જણાવવાનો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x