ગુજરાત

અમદાવાદમા રથયાત્રાને લઇને AMTS અને BRTS ના રૂટમાં કરાયા મોટા ફેરફાર, 5 રૂટ બંધ

અમદાવાદ :
અમદાવાદ શહેરમાં આવતીકાલે સોમવારના રોજ જમાલપુરથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને ધ્યાનમાં AMTS, BRTSના બસ કેટલાંક રૂટ બંધ કરવા, કેટલાંક રૂટમાં આંશિક ફેરફાર- ડાઈવર્ટ કરવામાં આવશે. સોમવારે સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી આ બસ રૂટ બંધ રહેશે. સોમવારના રોજ AMTSના ૧૦૫ બસ રૂટની ૪૮૩ બસને અસર થશે, ૪૬ બસ રૂટ ડાઈવર્ટ કરાતાં ૨૭૧ બસને અસર થશે, જ્યારે ૫૭ બસ રૃટ ટૂંકાવવાને પગલે ૨૦૯ બસને અસર થશે, બે બસ રૂટની ૩ બસ બંધ રહેશે તેમજ આંબેડકર બ્રિજના ૨૯ બસ રૂટની ૧૭૪ અને સુભાષબ્રિજના ૧૧ બસ રૃટની ૭૧ બસ બંધ રાખવામાં આવશે.
બસ રૂટના ડાઈવર્ઝન અંગે જે તે સમયે ટ્રાફિક પોલીસની સૂચના મુજબ ડાઈવર્ઝનનો અમલ કરવાનો રહેશે. જમાલપુરથી સરસપુર, કાલપુર, દરિયાપુર, વગેરે વિસ્તારોમાંથી પસાર થતી બસ માટે એક દિવસ પૂરતો આ ફેરફાર અમલમાં રહેશે. BRTSના પાંચ રૂટ બંધ રહેશે. જેમાં ઝૂંડાલ સર્કલથી નારોલ, નરોડા ગામથી ઈસ્કોન ચાર રસ્તા, એસ. પી. રિંગ રોડ (ઓઢવ) થી એલ.ડી. એન્જિનીયરિંગ કોલેજ, આરટીઓ સરક્યુલર, આરટીઓ એન્ટિ-સરક્યુલર રૂટનો સમાવેશ થાય છે.
જ્યારે ૩ બસ રૂટમાં ફેરફાર કરાયો છે. જેમાં એસ. પી. રિંગ રોડ (ઓઢવ) થી ભાડજ સર્કલ, ભાડજ સર્કલથી લીથો પ્રેસ, ઝુંડાલ સર્કલથી એલ. ડી. એન્જિ. કોલેજ, ઝુંડાલ સર્કલથી વિશ્વકર્મા કોલેજ થઈને એલ. ડી. એન્જિ. કોલેજ, મણિનગરથી ગોતા વસંતનગર ટાઈનશિપ, ગોતા વસંતનગર ટાઉનશિપથી એલ.ડી. એન્જિ. કોલેજ સુધી દોડશે. પાંચ બસ રૃટ રાબેતા મુજબ દોડાવાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x