ગુજરાત કોંગ્રેસની જવાબદારી સંભાળશે પ્રશાંત કિશોર ? ગાંધીનગરની બેઠકમાં જાણો શું નક્કી થઈ રણનીતિ
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને કોંગ્રેસે તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. જેને લઈ ગઈ કાલે કોંગ્રેસ ધારાસભ્યોની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં સંગઠનને મજબૂત બનવાવા તેમજ ગુજરાત કોંગ્રેસમ પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવે તે અંગે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ
સાંજે શરૂ થયેલી બેઠક અંદાજીત ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી, મધુસુદન મિસ્ત્રી અને અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખના પદનો જલ્દી નિર્ણય લેવાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.
તાત્કાલિક પ્રભારી અંગે નિર્ણય લેવાય તેવી માંગ
આ પદો પર તાલ્કાલિક નિમણૂંક થાય તે માટે હાઇકમાન્ડને રજુઆત કરવા ધારાસભ્યને દિલ્હી મોકલવાની વાત ઉપર ધારાસભ્યોએ સહમતી દર્શાવી હતી જેમાં કોંગ્રેસના સિનિયર નેતા મધુસુદન મિસ્ત્રી દિલ્હી જશે અને હાઇકમાન્ડ સમક્ષ માંગ મૂકે સર્વ સંમતિ પણ દર્શાવવામાં આવી છે.
પ્રભારી,પ્રદેશ નેતૃત્વ અંગે જલ્દી નિર્ણય લેવાનો સુર
મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસની એકબાદ એક કારમો પરાજય મેળવ્યા બાદ 2022ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું આવશ્યક બની ગયું છે ત્યારે વર્તમાન પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે હાઇકમાન્ડ નિર્ણય કરે તેવી માંગ ઉઠી છે ધારાસભ્યની બેઠકમાં પ્રશાંત કિશોરને પણ ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે તો જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપી શકે છે તેવું પણ મનાઈ રહ્યું છે.