રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ તથા અન્ય નેતાઓના પણ ટ્વિટર અકાઉન્ટ લૉક, પાર્ટીએ તીખી પ્રતિક્રિયા આપી
કોંગ્રેસ દ્વારા આ માહિતી ફેસબુક પર આપવામાં આવી હતી. કોંગ્રેસે લખ્યું હતું કે જ્યારે અમારા નેતાઓને જેલમાં પૂર્વમાં આવ્યા હતા ત્યારે અમે નથી ડર્યા તો ટ્વિટર અકાઉન્ટ બંધ કરવાથી શું ધૂળ ડરવાના હતા. અમે જનતા માટે લડતા રહીશું.
કોંગ્રેસે ઉમેર્યું હતું કે જો બાળકી માટે ન્યાય માગવો જો ગુનો હોય તો અમે એ ગુનો સો વાર કરીશું. સત્યમેવ જયતે. જય હિન્દ
આ અગાઉ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું હોવાની માહિતી આપતા કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું કે રાહુલનું ટ્વિટર એકાઉન્ટ ચાલુ કરવા માટે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર દિલ્હી રેપ પીડિતાની ઓળખ ઉઘાડી પાડનાર તસવીર ટ્વિટ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે સત્તાવાર રીતે કોઈ કારણ આપવામાં નથી આવ્યું.
રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે પણ આ મુદ્દે ટ્વિટરને નોટીસ જારી કરી
રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે પણ આ મુદ્દે ટ્વિટરને નોટીસ જારી કરી છે. આયોગે ટ્વિટરને નોટીસ જારી કરીને રાહુલ ગાંધીને તે તસવીરને ડિલિટ કરવાનું જણાવ્યું છે. આ અંગે પંચ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું છે. કમિશને લખ્યું, ‘તેના પરિવારની તસવીર ટ્વીટ કરીને બાળકીની ઓળખ જાહેર કરવી એ પોક્સો એક્ટનું ઉલ્લંઘન છે. આની નોંધ લેતા, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટર ઇન્ડિયાને આ પોસ્ટને દૂર કરવા નોટિસ જારી કરી છે.