રાષ્ટ્રીય

પહેલી વાર એકીસાથે 7 કેન્દ્રીય મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી, સંસદ ન ચાલવા દેવાનો કોનો નિર્ણય હતો, કર્યો ખુલાસો

વિપક્ષના આરોપનો જવાબ આપવા 7 કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મેઘવાલ, ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, પીયુષ ગોયેલ, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, અનુરાગ ઠાકુર અને વી. મુરલીધરને પ્રેસ કોન્ફરન્સ કરીને વિપક્ષને આકરા જવાબ આપ્યા.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ દાવો કર્યો હતો કે વિપક્ષે અમને ધમકી આપી હતી કે ‘જો અમે બિલ પસાર કરવાનો પ્રયાસ કરીશું તો પરિસ્થિતિ વધુ વિકટ બની જશે’.વિપક્ષના સભ્યોએ કાચ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. એક મહિલા ઘાયલ થઈ હતી. તેઓએ લેખિતમાં ફરિયાદ આપી છે કે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. ટેબલ ઉપર ચીને હંગામો કર્યો. કોઈ બિલ પસાર થઈ રહ્યું નથી, માત્ર ચર્ચા ચાલી રહી હતી. વિનંતી કરવા છતાં તેઓ સહમત ન થયા.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સંસદને કામ ન કરવા દેવાનો નિર્ણય પૂર્વ આયોજિત હતો. તેમણે કહ્યું કે ઘટનાઓ જે ક્રમમાં બની તે દૃશ્યથી સ્પષ્ટ છે.

વિપક્ષે ફક્ત અરાજકતા ફેલાવી-અનુરાગ ઠાકુર 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે દેશના લોકો પ્રતિક્ષા કરી રહ્યાં છે તેમની સાથે જોડાયેલા મુદ્દાઓને સંસદમાં ઉઠાવવામાં આવે ત્યારે વિપક્ષે સડકથી માંડીને સંસદ સુધીનો એજન્ડા ખુલ્લો પડ્યો છે. વિપક્ષે ફક્ત અરાજકતા ફેલાવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x