રાષ્ટ્રીય

લાંબા સમય બાદ સોનિયા ગાંધીએ સંભાળ્યો મોરચો, ઠાકરે અને દીદી સહિત આ નેતાઓ આવશે એક મંચ પર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય વિપક્ષી દળોના નેતાઓને વર્ચુઅલ મીટિંગ માટે આમંત્રિક કર્યા છે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર સામે ઉભા રહેવાને લઈને ચર્ચા કરવામાં આવશે. જેથી સોનિયા ગાંધીનું આ પગલું મહત્વનું કહી શકાય.

20 ઓગસ્ટે યોજાશે બેઠક 

એનસીપી નેતા શરદ પવાર, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ આ વર્ચુઅલ  બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. 20 ઓગસ્ટના રોજ સોનિયા ગાંધી આ વર્ચુઅલ બેઠલ યોજશે જેમા કેન્દ્ર સરકાર સામે લડવા માટેની રણનીતી ઘડવામાં આવી શકે છે.

સદનમાં સરકારનો ભારે વિરોધ 

15 કરતા વધારે વિપક્ષી દળોએ સંસદમાં મોનસૂન સત્ર સમયે સરકારનો વિરોધ કર્યો હતો. પેગાસસ જાસૂસી કાંડ, પેટ્રોલના વધતા ભાવ, અને કૃષિ કાયદાઓ પર ખેડૂતોના આંદોલન જેવા મુદ્દાઓને લઈને સદનમાં આ વખતે ભારે હોબાળો થયો હતો.

જંતર મંતર ખાતે વિપક્ષનો વિરોઘ 

વિપક્ષી દળો દ્વારા કેન્દ્ર સરકારની સામે જંતર મંતર ખાતે વિરોધ પણ કરવામાં આવ્યો છે. કાલે લોકસભાની કામગીરી નિર્ધારિત સમય કરતા બે દિવસ પહેલા સ્થગિત કરવામાં આવી. સાથેજ ભારે વિરોધને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ સ્થગિત કરી દેવામાં આવી હતી.

2024 પહેલા મહા ગઠબંધનની તૈયારી 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે શિવસેનાના સંજય રાઉત દ્વારા કહેવામાં આવ્યું છે કે વિપક્ષ એકજુટ છે. 20 ઓગસ્ટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. જેમા ઉદ્ધવ ઠાકરે પણ શામેલ થવાના છે. કોંગ્રેસની યોજના વિપક્ષને એક કરવાની છે જેથી 2024ની ચૂંટણીમાં તેઓ ભાજપનો સામનો કરી શકે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x