રાષ્ટ્રીય

PM મોદીનું સપનું ઝડપથી સાકાર થતું દેખાઈ રહ્યું છે, સરકારી બૅંકોએ પણ કરી દેખાડ્યું જે PMની ઈચ્છા હતી

પ્રાઈવેટ બેંકો ઝડપથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ફોકસ કરી રહી છે પણ સાથે સરકારી બેંકો પણ પાછળ નથી. મંગળવારે રાજ્યસભામાં રાજ્યમંત્રી ભાગવત કરાડે એક સવાલના જવાબમાં કહ્યું કે પબ્લિક સેક્ટર બેંકમાં અત્યાર સુધીમાં લગભગ 72 ટકા સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા છે. 2019-20માં પબ્લિક બેંકમાં લગભગ 3.4 કરોડ ગ્રાહકો ડિજિટલ ચેનલ પર એક્ટિવ હતા જે 2020-21 સુધીમાં બમણા થઈ ને 7.6 કરોડ થયા છે.

આવું ઈચ્છતા હતા પીએમ મોદી
પીએમ મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેઓએ સતત ડિજિટલ ઈન્ડિયાને વેગ આપવાનું કામ કર્યું, વારે વારે ડિજિટલ ઈન્ડિયાના નારા લગાવ્યા અને યુવાઓને ટેકનિકની સાથે જોડાયેલા રહેવા અને પ્રેરિત કરવામાં આવ્યા. કાળું ધનને રોકવા માટે તેઓ ઈચ્છતા કે વધારેને વધારે નાણાંકીય ટ્રાન્ઝેક્શન થાય, એક એક રૂપિયા પર નજર રાખવાનું સરળ બને. આ કારણે ભીમ યૂપીઆઈ સહિત અનેક પગલા લેવાયા છે. હવે સરકારી બેંકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યા છે. તેનાથી પીએમ મોદીને ચોક્કસથી આનંદ આવશે.

ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી થશે અનેક ફાયદા
જો તમામ બેંક ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેનાથી અનેક ફાયદા થશે. તેનાથી કાળા ધન પર લગામ લગાવવામાં મદદ મળશે અને સાથે ગ્રાહકોને ફાયદો થશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન થવાના કારણે બેંક જઈને કામ કરનારા લોકોનો સમય બચશે. જો લોકોનો સમય બચશે તો તેઓ તે સમયમાં અન્ય કામ કરી શકશે અને સાથે જ કેશ રાખવાની ઝંઝટથી પણ છૂટકારો મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x