પાકિસ્તાને ચીનને ભડકાવવા માટે ભારત પર લગાવ્યો આ ગંભીર આરોપ
પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે પાકિસ્તાન કોઈ પણ હદે જઈ શકે છે. પાકિસ્તાન અને ચીન બંનેને હાથના કર્યા હવે હૈયે વાગી રહ્યા છે. પાકિસ્તાને આતંકીઓને પોષક બળ આપ્યું અને હવે તે પોતે જ આતંકવાદની સમસ્યાથી દઝાઈ રહ્યું છે. તો બીજી તરફ કહીને પણ પાકિસ્તાનનો હાથ પકડીને ભૂલ કરી હતી જે તેને હવે ભરે પડી રહી છે.
ચીની નાગરિકો પર આતંકી હુમલો
14 જુલાઈએ પાકિસ્તાનના ખૈબર પખ્તુન્વામાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ચીની નગરિકોનો ભોગ લેવાયો હતો. આ આત્મઘાતી હુમલામાં ચીની એન્જિનિયર્સ સહિત 13 લોકોના મૃત્યુ થયાં હતા.
વિદેશ મંત્રીનો આરોપ
આ મામલે રાજધાની ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રી મહમૂડ કુરેશીએ ભારત પર આક્ષેપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતીય જાસૂસી સંસ્થા રો- રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ અને અફઘાનિસ્તાનની નેશનલ ડેરેક્ટોરેટ ઓફ સિક્યોરીટી બંનેનો આ હુમલામાં હાથ છે. તેમણે કહ્યું હતું કે તપાસમાં સામે આવ્યું હતું કે આ હુમલો કરવા માટે અફઘાનિસ્તાનથી વાહન તસ્કરી કરીને લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ મામલે તપાસમાં ચીની વિશેષજ્ઞોની પણ મદદ લેવામાં આવી હતી.
14000 કિલોમીટર નાં વિસ્તારમાં તપાસ
શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે આ મામલે કોઈ પુરાવો નહોતો મળ્યો પરંતુ પાકિસ્તાની એજન્સીઓએ કારણ શોધ્યું હતું. પાકિસ્તાનનાં અધિકારીઓએ 36 સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી અને 14000 કિલોમીટર નાં વિસ્તારમાં આ તપાસ ચાલી હતી. આમાં આ આત્મઘાતી આતંકવાદી હુમલા પાછળ બે એજન્સીઓનો હાથ હોવાનું બહાર આવ્યું હતું.