PM મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસી લોન્ચ કરતા ટ્રાન્સપોર્ટરોમાં મૂંઝવણ
આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે રોકાણકારોની સમિટ (Investor Summit 2021) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસી લોન્ચ કરી. આ સ્ક્રેપીંગ પોલિસી અંતર્ગત 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપ કરવામાં આવશે.
મોદી સરકારે કચરામાંથી કંચન બનાવાની પૉલિસી એટલે કે સ્ક્રેપેજ પૉલિસીની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ અમદાવાદના ટ્રાન્સપોર્ટરો આ પોલિસીથી મૂંઝવણમાં મૂકાયા છે.ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે, એક તો મંદી ચાલે છે, ત્યારબાદ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો અને હવે આ સ્ક્રેપ પોલિસીથી ટ્રાન્સપોર્ટેશનનો ધંધો મરણ પથારીએ આવી જશે…ટ્રાન્સપોર્ટરો સવાલ કરી રહ્યા છે કે તેમણે તેમના વાહનોના વીમો, ફિટનેસ સર્ટિફિકેટ, વાર્ષિક ટેક્સ અને PUC સહિતના ચાર્જ પણ ભરી દેવાયા છે, તેનું શું ?