વિરમગામ નગરપાલિકાના ભાજપના મહિલા સભ્યના ઘરમાંથી ૮૦૦ બોટલ વિદેશી દારૂ મળ્યો
વિરમગામમાં નગરપાલિકાના એક મહિલા સભ્યના ઘરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો છે. વિરમગામ નગરપાલિકાના વોર્ડ-1ના ભાજપના મહિલા સભ્યના ઘરમાંથી વિદેશી દારૂ મળી આવ્યો છે.
ભાજપના મહિલા સભ્યના હાથી તલાવડીમાં આવેલા મકાનમાંથી કુલ 804 બોટલ વિદેશી દારૂ મળી આવતા ચાચ્ચ્જર મચી ગઈ છે. આ અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 2 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે શૈલેશ ઠાકોર નામના આરોપીને ઝડપી પાડ્યો છે. નગરપાલિકાના ભાજપના મહિલા સભ્યના પતિ મિહિર સીતાપરા ફરાર હોવાનું જાણવા મળેલ છે.