રાષ્ટ્રીય

RBI એ આ બેંકનું લાયસન્સ રદ કરવાની કરી જાહેરાત, થાપણદારોને તેમની સંપૂર્ણ જમા રકમ મળશે પરત ? જાણો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મહારાષ્ટ્રની કરનાલા નાગરિક સહકારી બેંકનું (Karnala Nagari Sahakari Bank)લાઇસન્સ રદ કરી દીધું છે. RBI એ સહકારી બેંક પાસે પૂરતી મૂડી અને તેના હાલના થાપણદારોને સંપૂર્ણ રકમ ચૂકવવાની સ્થિતિમાં ન હોવાને કારણે આ પગલું લીધું છે. RBIએ જણાવ્યું કે, હવેથી બેંક બેન્કિંગ (Banking) બિઝનેસ કરી શકશે નહીં.

બેંકનું લાયસન્સ (Bank license) રદ કરવાની જાહેરાત કરતા રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, બેંક દ્વારા રજૂ કરાયેલી વિગતો મુજબ 95 ટકા થાપણદારો DICGC મારફતે તેમની સંપૂર્ણ થાપણો મેળવી શકશે. આપને જણાવી દઈએ કે, ફડચાની સ્થિતિમાં દરેક થાપણદારને DICGC પાસેથી થાપણ વીમાનો દાવો કરવાનો અધિકાર છે. ઉપરાંત તેની મર્યાદા રૂપિયા 5 લાખ સુધીની છે. વધુમાં રિઝર્વ બેંકે જણાવ્યું હતુ કે, 9 ઓગસ્ટના આદેશ હેઠળ કરનાલા નાગરીક સહકારી બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

શા માટે બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું ?

બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના ન હોવાથી તેનું લાઇસન્સ (Bank license) રદ કરવામાં આવ્યું છે. RBIએ જણાવ્યું હતું કે, કરનાલા નાગરીક સહકારી બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (Banking Regulation Act 1949) નું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. વધુમાં જણાવ્યું હતું કે, બેંક તેમની વર્તમાન નાણાકીય સ્થિતિ અનુસાર તેના હાલના થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરવામાં અસમર્થ રહેશે.

લાઈસન્સ રદ કરવાની જાહેરાત કરતા RBIએ કહ્યું કે, જો બેંકને તેના બેંકિંગ વ્યવસાયને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે તો સામાન્ય જનતાને તેનાથી પ્રતિકૂળ અસર થશે.

હવે, કરનાલા નગરી સહકારી બેંક કોઈ પણ બેંકિંગ વ્યવહાર (Banking Transaction) કરી શકશે નહિ, જેમાં રોકડ થાપણો અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે,સહકાર કમિશનર અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર(Registrar of Co-operative Societies)  દ્વારા પણ મહારાષ્ટ્રને બેંક બંધ કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

ત્રણ સહકારી બેંકો પર દંડ ફટકારવામાં આવ્યો

આ સાથે RBIએ 3 સહકારી બેંકો પર નિયમોનું (Banking regulation)પાલન ન કરવા બદલ દંડ લગાવ્યો છે. મધ્યપ્રદેશ સ્ટેટ ગવર્નમેન્ટ બેંક ભોપાલ અને ધ ગ્રેટર બોમ્બે કોઓપરેટિવ બેંક લિમિટેડ, (The Greater Bombay Cooperative Bank) મુંબઈને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.ઉપરાંત RBIએ મહારાષ્ટ્રની સહકારી બેંક જાલના પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડને પણ 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x