whatsapp લાવી રહ્યું છે જોરદાર અપડેટ, ઇન્સ્ટાગ્રામની યાદ અપાવે તેવા નવા અપડેટ્સ સ્ટેટસ અને અન્ય ફીચરમાં થશે ફેરફાર
આજના સમયમાં દરેક વ્યકિત પાસે મોબાઇલ ફોન હોય છે અને તે ફોનમાં સોશિયલ મીડિયા એપ્સ જેવી કે ફેસબુક, વૉટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર.. વગેરે રહેતા જ હોય છે. આ એપ્સ ચર્ચામાં રહેતી હોવાથી તેમાં વારંવાર અપડેટ્સ આવી રહ્યા છે. સૂત્રો અનુસાર વૉટ્સએપ એક એવો અપડેટ લાવી રહ્યું છે. જેનાથી વૉટ્સએપમાં યૂઝર્સને ઇન્સ્ટાગ્રામ જેવા ફીયર્સ જોવા મળશે.
Whatsapp બનશે ઇન્સ્ટાગ્રામ
વૉટ્સએપનું નવો અપડેટ મુખ્યત્વે વૉટ્સએપ પર લગાવવામાં આવતા સ્ટેટસ સંબંધિત છે. વેબ ડેટા ઇન્ફોના મતે આ અપડેટ બાદ યૂઝર્સ સ્ટેટસ લગાવ્યા બાદ પણ તેને એડિટ કરી શકશે. જે મુખ્ય બદલાવ હશે કે જો કોઇ યૂઝર સ્ટેટસ લગાવે છે તો તેની પ્રોફાઇલ ફોટોની આસપાસ એક લીલા રંગનુ ચક્ર બનેલું દેખાશે જે એ વાતનો સંદેશ છે કે યૂઝરે સ્ટે્ટસ લગાવ્યું.
24 કલાક બાદ થઈ જશે ગાયબ
તેના પર ક્લિક કરવાથી કોઇ પણ વ્યકિત યૂઝરનો સ્ટેટ્સ જોઇ શકશે. પ્રોફાઇલ ફોટોની આસપાસ બનતો આ ચક્ર ઇન્સ્ટાગ્રામની યાદ અપાવે છે. વૉટ્સએપ પર લગાવવામાં આવેલ સ્ટેટ્સ 24 કલાક પછી ગાયબ થઇ જશે.
વૉટ્સએપનું સ્ટિકર સજેશન
સ્ટેટ્સ સંબંધિત ફેરફારોની સાથે વૉટ્સએપ વધુ એક નવું ફીચર પોતાના યુઝર સુધી લઇ આવવાની તૈયારીમાં છે કે જેનું નામ છે સ્ટિકર સજેશન. યૂઝર જ્યારે પણ ટાઇપ કરતા હોય છે ત્યારે આ ફીચર તેમના શબ્દોના હિસાબે તેને સ્ટિકરનો સજેશન આપતું રહેશે. હાલમાં આ ફીચરની ટેસ્ટીંગ ચાલુ છે. થોડાં જ સમયમાં તેને એન્ડ્રોઇડ અને iOSના યૂઝર્સ માટે શરૂ કરવામાં આવશે.