સેક્ટર ૧૬ માં આવેલી દેનાબેંકમાં વધુ બે થી ત્રણ કરોડનાં કૌભાંડ ઉજાગર થવાની શક્યતાં
ગાંધીનગર
શહેરના સે.૧૬માં આવેલ દેના બેંક પાસે ૪-૯૫ કરોડની લોનનો સસ્પેન્ડેડ કૌભાંડ દ્વારા ચૂનો ચોપડાયો હોવાની માહિતી ઉપલબ્ધ થવાથી હાહાકાર મચ્યો હતો તેવી જ રીતે આજે બેન્કમાં વધુ બે લોન કાંભાડ બહાર આવશે પ્રાપ્ત માહિતી અનુસાર સવાપાંચ કરોડના કૌભાંડ બાદ બીજી બે લોન કૌભાંડ દેના બેંકમાં આચરવામાં આવ્યુ હોવાનું જણવા મળ્યું છે.
આ બે કાંભાડનો સાંકડો પણ કરોડોને આંબી જાય છે. આ સમગ્ર મામલે બેંકના મેનેજર દ્વારા એલ.સી.બી.ને લેખીત જાણ કરવામાં આવી છે. સૂત્રોમાંથી મળથી માહિતી મુજબ ઝીણવટ ભરી તપાસના અંતે આ મામલે ટૂંક સમયમાં ફરીયાદ નોંધાય તેવી શક્યતાઓ છે. પોલીસના અધિકારી આ મામલે બેંકના કોઈ કર્માચરી કે અધિકારી સંડોવાયેલ છે. કે નહીં તે અંગેની તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે નિર્ભયસિંહ નામના સસ્પેન્ડેડ કોન્ટેબલ દ્વારા પાંચ કરોડથી વધુ રકમની અવેજીમાં જે ડોક્યુમેન્ટસ અને મિલક્ત ઉપજાવી કાઢેલા અથવા રજુ કરવામાં આવેલી મિલકતોની ઓવર વેલ્યુએશન સહિતના પ્રશ્નો તપાસ દરમ્યાન સામે આવશે. આવી જ રીતે અન્ય બેથી ત્રણ કિસ્સામાં પણ ઉપરોક્ત દેનાબેન્કનો કરોડો નો ચૂનો લગાડાયો હોવાનું બહાર આવી રહ્યું છે. આમ બેંકના જ કોઈ અધિકારી-કર્મચારીની મિલીભગત સિવાય આવા મસમોટા કૌભાંડ શક્ય નથી.