ગાંધીનગરમાં 3 હજાર ચકલી ઘરના વિતરણ સાથે “હેપ્પી સ્પેરો વિક”નું સમાપન
ગાંધીનગર
હેપ્પી યુથ કલબ દ્વારા ગાંધીનગરમાં વિશ્વ ચકલી દિવસથી એક સપ્તાહ માટે “હેપ્પી સ્પેરો વિક” ની ઉજવણી કરવામાં આવી હતી. હેપ્પી સ્પેરો વીક દરમ્યાન શહરેમાં વિના મૂલ્યે આશરે ત્રણ હજાર “હેપ્પી ચકલી ઘર”નું વિતરણ કરવામાં આવ્યું હતું. હેપ્પી સ્પેરો વિક દરમ્યાન નગરજનો ધ્વારા મળેલા ઉમળકાભર્યો પ્રતિસાદ સાંપડ્યો હતો. આ ઉપરાંત શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સહિત અને સ્થળે પક્ષીઓ માટે પાણી મળી રહે તે હેતુથી માટીની કુંડાની પક્ષી પરબોનું સ્થાપન કરવામાં આવ્યું હતું. હેપ્પી સ્પેરો વીક અંતર્ગત ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીને “હેપ્પી ચકલી ઘર”ની ભેટ આપવામાં આવી હતી અને તમામ મહાનુભાવોએ હેપ્પી યુથ ક્લબના પ્રયાસને બિરદાવયો હતો.
આ “હેપ્પી સ્પેરો વિક”ને સફળ બનાવવા હેપ્પી યુથ ક્લબના સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને નગરજનો ધ્વારા પણ હેપ્પી સ્પેરો વીકને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો. તેવુ સંસ્થાના પ્રમુખ સમિર રામીએ જણાવ્યુ હતુ.