Jio ના ગ્રાહકો માટે ખુશખબર, એકદમ સસ્તો પ્લાન, માત્ર 152 રૂપિયામાં
જિયોએ પોતાના પ્લાન્સને ઘણી કેટેગરીમાં રાખ્યા છે. ઘણાં ગ્રાહકો પોતાના માટે બેસ્ટ પ્લાન સિલેક્ટ કરી શકતા નથી. આજે અમે તમને જિયોના એવા સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છે જેમાં રોજ 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનની કિંમત માત્ર 152 રૂપિયા છે.
રિલાયન્સ જિયોનો જિયોફોન ડેટા એડ ઓન પ્લાન છે. એટલે કે, આ પ્લાનનો ઉપયોગ JioPhoneના ગ્રાહકો વધારાના ડેટા માટે કરી શકે છે. 152 રૂપિયાના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. જેમાં દરરોજ 2 જીબી ડેટા મળે છે. આ રીતે કુલ ડેટા 56 GB થઈ જાય છે. પ્લાનમાં કોલિંગ કે smsની સુવિધા આપવામાં આવી નથી. જ્યારે તમારા Jio ફોનનો ડેટા પૂરતો ન હોય ત્યારે આવી સ્થિતિમાં આ પ્લાન વધુ સારો છે. આ પ્લાનમાં એક મહિના માટે ડેટાની જરૂરિયાતને પૂરી કરી છે.
152 રૂપિયાની જેમ કંપની ઘણાં અન્ય JioPhone ડેટા પ્લાન ઓફર કરે છે. આ પ્લાનની કિંમત 22 રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય 52 રૂપિયા, 72 રૂપિયા અને 102 રૂપિયાના JioPhone ડેટા એડ ઓન પ્લાન ઉપલબ્ધ છે. આ તમામ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપવામાં આવી છે.
22 રૂપિયાના ડેટા એડ-ઓન પ્લાનમાં કુલ 2 જીબી ડેટા આપવામાં આવે છે અને 52 રૂપિયાના ડેટા એડ-ઓન પ્લાનમાં કુલ 6 જીબી ડેટા આપવામાં આવે છે. 72 રૂપિયાનો JioPhone ડેટા પ્લાન દરરોજ 0.5 GB ડેટા સાથે આવે છે. એટલે કે તેમાં કુલ 14 જીબી ડેટા ઉપલબ્ધ છે. એ જ રીતે, 102 રૂપિયાનો JioPhone ડેટા પ્લાન દરરોજ 1 GB ડેટા સાથે આવે છે. એટલે કે તેમાં કુલ 28 જીબી ડેટા ઉપલબ્ધ છે.
એટલે કહેવાય છે કે માર્કેટમાં જિયો કરતાં વધુ કોઈ કંપનીના પ્લાન જિયો જેટલા સસ્તા અને સરળ હોતા નથી.