સુરત : ડાયમંડ સીટીમાં 13 બોગસ કંપનીઓના 40 કરોડના કૌભાંડનો GST વિભાગે કર્યો પર્દાફાસ
ડાયમંડ સીટી સુરતમાં વધું એક બોગસ બીલિંગનું કૌભાંડ બહાર આવ્યું છે. જેમા પેટ્રોલિયમ પ્રોડક્ટની 13 બોગસ કંપનીઓ બનાવાઈ હોવાનું સામે આવ્યું છે. આપને જાણીને નવાઈ લાગશે કે 13 બોગસ કંપનીઓમાં 40 કરોડનું બોગસ બીલિંગ કરવામાં આવ્યું છે. જેને લઈને GST વિભાગ હવે એકશન મોડમાં આવી ગયું છે.
GST વિભાગે એક વ્યક્તિની અટકાયત કરી
સમગ્ર કેસમાં 14 કરોડથી વધુની રકમનું ટેક્સ ડિબેટમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને GST વિભાગ દ્વારા એક વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે. વડોદરાની ટીમે સુરત જીએસટીની ટીમને સાથે રાખીને આ કાર્યવાહી હાથ ધરી છે. દરોડા પાડીને કર્યો પર્દાફાશ
કુલ 13 બોગસ કંપનીઓ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના બોગસ બિલ બનાવીને જુદા જુદા રાજ્યોમાં તે બીલ પાસ કરવાતી હતી. ઝડપાયેલ આરોપીની ધરપકડમાં સામે આવ્યું છે કે આરોપી તેની માતાના નામે પણ બોગસ પેઢી ચલાવતો હતો. સુરતના અડાજણ , ભટર અને પારલે પોઈન્ટ વિસ્તારમાં GST વિભાગે દરોડા પાડીને આ સમગ્ર મામલે પર્દાફાશ કર્યો છે.
સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બોગસ બિલિંગના 25 જેટલા કેસોમાં તપાસ આંરભી હતી. જેને લઈને ઘણા વેપારીઓને સમન્સ આપવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હાલમાં કુલ 13 બોગસ કંપનીઓમાં 40 કરોડનું બોગસ કૌભાંડ ઝડપાયું છે. જેને લઈને GST વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.