રાષ્ટ્રીય

ભારતીય વાયુસેના બનશે વધુ શક્તિશાળી, કેન્દ્ર સરકારે 56 C-295 MW વિમાન ખરીદવા આપી મંજૂરી

ભારતીય વાયુસેનાને વધુ મજબૂત કરવાની દિશામાં કેન્દ્ર સરકાર તરફથી સતત પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સુરક્ષા મામલાની સમિતિ (Cabinet Committee on Security) એ બુધવારે ભારતીય વાયુસેના માટે 56 સી-295 એમડબ્લ્યૂ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી દીધી છે.

આ એવા પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે, જેમાં ભારતની અંદર પ્રાઇવેટ કંપની તરફથી સૈન્ય એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કહ્યું કે, બધા 56 વિમાનોને સ્વદેશી ઇલેક્ટ્રોનિક વાયફેયર સૂટ (electronic warfare suite) ની સાથે તૈયાર કરવામાં આવશે.

ભારતમાં આ પ્રકારનો આ પહેલો પ્રોજેક્ટ છે. જેમાં એક ખાનગી કંપની દેશની વાયુસેના માટે લશ્કરી વિમાનો બનાવશે. આ તમામ 56 વિમાનો હાઇટેક ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનોથી સજ્જ હશે. જેથી તેઓ યુદ્ધના મેદાનમાં સૈનિકોને કોઈપણ સમસ્યા વિના મદદ કરી શકે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x