ગુજરાત

રાજ્યભરમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, ઠેર-ઠેર વિઘ્નહર્તાનું ભક્તિભાવથી સ્થાપન

રાજ્ય સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઈનની અમલવારી સાથે ગણેશ મહોત્સવ પર્વની ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવતા ગાંધીનગરની ધર્મપ્રિય પ્રજામાં હર્ષ ઉલ્લાસ છવાયો છે. આજે શહેરમાં ગણપતિ બાપા મોરયાના નાદ સાથે ઠેર ઠેર શેરી, પંડાલોમાં ગણેશદાદાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ તા.૧૦થી ૧૯ સુધી પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો કરાશે. દરમ્યાન અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોએ ઢોલ નગારા સાથે દુંદાળા દેવને આવકાર્યા હતા. કોરોનાની આ વખતે બહેતર સ્થિતિ હોય પણ સાવચેતીને ધ્યાને લઈને સરકારે ગણેશ મહોત્સવમાં કેટલીક પાંબધીઓ મુકતા આ વખતે ગાંધીનગરમાં ગણેશ મહોત્સવના કોઈ મોટા આયોજનો થયા નથી.
માત્ર શેરી ગલીમાં નાનાપાયે ગણેશ મહોત્સવના સાદાઈથી આયોજનો થયા છે. જો કે મોટાભાગના લોકોએ સરકારની ગાઈડલાઈનને ધ્યાને લઈને પોતાના ઘરોમાં આજે ભક્તિભાવથી ગણપતિ દાદાને બિરાજમાન કર્યા છે. આ ઉપરાંત
ઘણી જગ્યાએ સાદાઈથી શેરી ગલીમાં નાના પંડાલ નાખીને લોકોએ વિઘ્નહર્તાને સ્થાપિત કર્યા છે. આજથી ગણેશ મહોત્સવ શરૂ થતાં નવ-દસ દિવસ સુધી ગૌરીનંદન ભગવાન શ્રીગણેશની ભક્તિ કરવા લોકોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે દરેક લોકોએ મોદક બનાવીને પ્રથમ મોદકનો પ્રસાદ ગણેશજીને અર્પણ કર્યા હતો અને પ્રથમ ભગવાનને પ્રસાદ ચડાવીને લોકોએ પણ લાડુનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x