ગાંધીનગરગુજરાત

CM ભૂપેન્દ્રનું નવું મંત્રીમંડળ થઈ ગયું તૈયાર, આ નવા નામો ચોંકાવી શકે છે

જાતિનાં આધારે આગામી મંત્રીમંડળ કરાશે તૈયાર 
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતનાં રાજકારણમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે, એક ખાસ માસ્ટર પ્લાન હેઠળ ભારતીય જનતા પાર્ટી પોતાના મુખ્યમંત્રીઓને બદલી રહ્યું છે ત્યારે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સ્વરૂપે નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ ફરીવાર પાટીદાર સમાજ પર જ વિધાનસભા ચૂંટણીનો દારોમદાર હોય તેવું દેખાઈ રહ્યું છે, પાટીદારોની માંગ પ્રમાણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે હવે બધાની નજર રાજ્યનાં નવા મંત્રીમંડળ પર છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને ખુશ કરવા પ્રયાસ કર્યા છે ત્યારે હવે જ્ઞાતિનાં આધારે જ જુદા જુદા મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.

ચાર પાટીદાર મંત્રીઓના પત્તાં કપાશે 
સૂત્રો અનુસાર ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ નવા મંત્રીઓને સ્થાન આપવા જઈ રહી છે ત્યારે ચાર પાટીદાર, બે ક્ષત્રિય, એક આદિવાસી, એક આહીર, એક કોળી, એક બ્રહ્મ સમાજના મંત્રીનું પત્તું કપાશે તેવી માહિતી સામે આવી રહી છે.

નીતિન પટેલની મંત્રીમંડળમાંથી વિદાય! 
રાજ્યની સરકારમાં અત્યાર સુધીમાં પાટીદારોનાં દિગ્ગજ નેતા નીતિન પટેલ નંબર બેની ભૂમિકામાં રહ્યા છે અને ડેપ્યુટી સીએમ પદ પર તેઓ હતા ત્યારે હવે મુખ્યમંત્રી જ પાટીદાર હોવાથી નીતિન પટેલનાં પદને આશંકા ઊભી થઈ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને પાટીદાર હોય તેવું રહ્યું નથી ત્યારે નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાનું પણ મંત્રીમંડળમાંથી પત્તું કપાઈ શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર નીતિન પટેલનાં સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવશે.

ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને સ્પીકર બનાવાઇ શકાય છે : સૂત્ર 
નીતિન પટેલ સિવાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ગુજરાત સરકારમાં ખૂબ દિગ્ગજ અને સિનિયર મંત્રી માનવામાં આવે છે ત્યારે હવે તેમને વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

આ દિગ્ગજ નેતાઓને મંત્રી બનાવાય તેવી શક્યતા : સૂત્ર 
મંત્રીમંડળમાં જે જાણીતા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે તેમાં રાજેન્દ્ર ત્રિવેદી, કિરિટસિંહ રાણા, જીતુ વાઘાણી, નીમાબેન આચાર્ય, આત્મારામ પરમાર, પંકજ દેસાઇ, આર.સી મકવાણા, જે.વી કાકડિયા, બ્રિજેશ મેરજા, શશિકાંત પંડ્યા, જીતુ ચૌધરી, મોહન ઢોડિયા, હર્ષ સંઘવી તથા કિર્તિસિંહ વાઘેલાનું નામ સામે આવી રહ્યું છે. આ સિવાય ગજેન્દ્રસિંહ પરમાર અને રાકેશ શાહને પણ મંત્રીપદ આપવામાં આવી શકે છે.

નવા મંત્રી કોણ બની શકે ?
રાજેન્દ્ર ત્રિવેદી- રાવપુરા
કિરિટસિંહ રાણા- લીંબડી
જીતુ વાઘાણી- ભાવનગર દક્ષિણ
નીમાબેન આચાર્ય- ભુજ
આત્મારામ પરમાર- ગઢડા
પંકજ દેસાઇ- નડિયાદ
આર.સી.મકવાણા- મહુવા- ભાવનગર
જે.વી.કાકડિયા- ધારી
ઋષિકેશ પટેલ- વિસનગર
શશિકાંત પંડયા- ડીસા
બ્રિજેશ મેરાજા- મોરબી
જીતુ ચૌધરી- કપરાડા
મોહન ઢોડિયા- મહુવા- સુરત
હર્ષ સંઘવી- મજૂરા
કિર્તિસિંહ વાઘેલા- ભાભર
ગજેન્દ્રસિંહ પરમાર- પ્રાતિંજ
રાકેશ શાહ- એલિસબ્રિજ
દેવા માલમ- કેશોદ

કોણ કોણ મંત્રી કપાશે ? 
નીતિન પટેલ- મહેસાણા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા- ધોળકા
સૌરભ પટેલ- બોટાદ
ઇશ્વર પરમાર- બારડોલી
વિભાવરીબેન દવે- ભાવનગર પૂર્વ
વાસણ આહિર- અંજાર
કિશોર કાનાણી- વરાછા
યોગેશ પટેલ- માંજલપુર
પુરસોતમ સોલંકી- ભાવનગર ગ્રામ્ય
જયદ્રતસિંહ પરમાર- હાલોલ
રમણ પાટકર- ઉમરગામ

મંત્રીમંડળમાંથી કોણ રહેશે? 
આર.સી.ફળદુ- જામનગર દક્ષિણ
કૌશિક પટેલ- નારણપુરા
ગણપત વસાવા- માંગરોળ- સુરત
જયેશ રાદડિયા- જેતપુર
દિલિપ ઠાકોર- ચાણસ્મા
કુવરજી બાવળિયા- જસદણ
જવાહર ચાવડા- માણાવદર
પ્રદીપસિંહ જાડેજા- વટવા
ઇશ્વર પટેલ- અંકલેશ્વર
હકુભા જાડેજા- જામનગર ઉત્તર
બચુભાઇ ખાબડ- દેવગઢ બારિયા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x