CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરી PM મોદીના જન્મ દિવસની કરી ઉજવણી
અમદાવાદ(Ahmedabad)માં વડાપ્રધાન મોદીના(PM Modi)71મા જન્મ દિનની ઉજવણી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel)બાપુનગરમાં વૃક્ષારોપણ કરીને કરી હતી. જેમાં બાપુનગર લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 71 હજાર વૃક્ષો વાવીને ઉજવણી કરવામાં આવશે. તેમજ એક સપ્તાહમાં 1,25,000 વૃક્ષોનું વાવવામાં આવશે. તેમજ શહેરની મધ્યમાં વન બનાવવામાં આવશે.
આ ૭૧ હજાર વૃક્ષો શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણ જળવાય અને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી.
સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલે એમ પણ ઉમેર્યું કે ગુજરાતમાં આ વનીકરણ ને પરિણામે દોઢ બે દાયકામાં રાજ્યમાં વન બહાર ના વિસ્તારોમાં 58 ટકા ના વધારા સાથે 39.75 કરોડ વૃક્ષો ગુજરાત ધરાવતું થયું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “mission million trees” અભિયાનને વેગવંતુ બનાવવા જે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના સાંસદ હસમુખભાઈ પટેલ, કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા, વલ્લભભાઈ કાકડીયા, અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ, કોર્પોરેટર પક્ષના નેતા ભાસ્કરભાઈ ભટ્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.