રાષ્ટ્રીય

પંજાબના મુખ્યપ્રધાન તરીકે ચરણજીત ચન્નીએ લીધા શપથ,રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર

પંજાબના 16માં મુખ્યપ્રધાન તરીકે ચરણજીત સિંહ ચન્નીએ શપથ ગ્રહણ કર્યા છે, સાથે સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ચરણજીત ચન્નીએ મુખ્યપ્રધાન પદના શપથ લીધાઅમરિંદર સિંહના રાજીનામા બાદ દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.ત્યારે તેમણે સોમવારે રાજ્યના 16 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ પંજાબના પ્રથમ દલિત નેતા છે, જે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. 58 વર્ષીય ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે અને અમરિંદર સરકારમાં તેઓ ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે કાર્યરત હતા. તેઓ રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2007 માં પ્રથમ વખત આ પ્રદેશમાંથી ધારાસભ્ય બન્યા હતા.
રાહુલ ગાંધીએ ચરણજીત ચન્નીને શુભેચ્છા પાઠવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સહિત હરીશ રાવત અને અજય માકન પણ ચરણજીત ચન્નીને અભિનંદન આપવા માટે પહોંચ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x