ગુજરાતધર્મ દર્શન

અમદાવાદમાં રવિવારે થયું પાંચ હજારથી પણ વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ગણેશ મૂર્તિના વિસર્જન માટે રાજય સરકાર તરફથી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી.જેમાં વિસર્જન સ્થળે ૧૫ લોકો સુધીનાને લઈ જવાની મુકિત આપવામાં આવી હતી.આ ઉપરાંત માસ્ક ફરજિયાત પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહીતના નિયમોનું પાલન કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.

તંત્ર તરફથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં બનાવવામાં આવેલા વિસર્જન કુંડ સુધી લોકોની ભીડ ઉમટી ના પડે એ માટે શહેરીજનોને તેમના ઘરોમાં જ મૂર્તિનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી હતી.આમ છતાં રવિવારે બપોરના એક વાગ્યા થી રાતના આઠ વાગ્યા સુધીમાં પાંચ હજારથી પણ વધુ નાની-મોટી મૂર્તિઓનું શ્રધ્ધાળુઓ દ્વારા વિસર્જન કરવામાં આવ્યુ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.રિધ્ધી-સિધ્ધીના દેવને વિદાય આપતી વખતે શ્રધ્ધાળુઓ અનેક સ્થળોએ ભાવુક બની ગયા હતા.

રવિવારે ગણેશ વિસર્જનના દિવસે લોકોને ઘરમાં જ મૂર્તિનું વિસર્જન કરવા અપીલ છતાં બપોરના એક વાગ્યાથી લઈ રાતે આઠ વાગ્યા સુધીમાં અમદાવાદમાં નાની-મોટી મળી પાંચ હજારથી પણ વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરાયુ હતું.જે પ્રમાણે શ્રધ્ધાળુઓનો વિસર્જન સ્થળો ઉપર જમાવડો જોવા મળી રહ્યો છે એ જોતા  વિસર્જન કરાયેલી મૂર્તિઓની સંખ્યા વધી શકે એવી સંભાવના વ્યકત કરાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x