ગાંધીનગરગુજરાત

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 1 ઓક્ટોબરથી શરૂ થશે દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ

ગાંધીનગર (GANDHINAGAR) ગિફ્ટી સિટીમાં (Gift City) પહેલી (October)ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થવા જઇ રહ્યું છે. આ (Exchange)એક્સચેન્જને દેશમાં સોનાની આયાત માટેનો મોટો એન્ટ્રી ગેટ મનાઇ રહ્યો છે. દેશમાં સોનાનો ઉપયોગ સૌથી વધુ છે, તેથી આ એક્સચેન્જને મોટું કદમ માનવમાં આવે આવે છે. આ (Exchange)એક્સચેન્જ સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે નકકી કરાશે.

બુલિયન એક્સચેન્જનો શું ફાયદો થશે ?

સોનાના (GOLD)ભાવમાં વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે કેન્દ્ર સરકારે નવી ગોલ્ડ પોલિસી તૈયાર કરી છે. દેશમાં સોનાના (GOLD) ભાવ નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ધતિ છે નહીં. અને એટલે જ દરેક શહેરોમાં સોનાના ભાવમાં વિવિધતા જોવા મળે છે. આ સોનાના ભાવની અલગતા બુલિયન એક્સચેન્જના પ્રારંભથી દુર થશે. જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે. સાથે જ સોનાની કિંમત અને ગુણવત્તામાં પારદર્શિતા આવશે.

IIM અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે આ પોલિસી

કેન્દ્ર સરકાર દેશનું પહેલું ગોલ્ડ એક્સ્ચેન્જ બનાવવા જઇ રહી છે. અને, તેના માટેની પોલિસી IIM અમદાવાદમાં તૈયાર કરવામાં આવી છે.આ પોલિસીને લગતા તમામ સૂચનોની જવાબદારી સરકારે ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને સોંપી દીધી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી IGPCની રચના કરવામાં આવી છે.

સોનાનું ટ્રેડિંગ થઇ શકશે

આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં (International Bullion Exchange) 5 ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઇ શકશે. આ એક્સચેન્જ પછી ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવવાનું છે જેને સેબી રેગ્યુલેટ કરશે. ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ મારફતે તેનું ટ્રેડીંગ થશે. નોંધનીય છેકે ભારતીય ઘરોમાં 22,000 ટન સોનું નિષ્ક્રિય પડયું છે. વિશેષજ્ઞો કહે છે કે, ભારત વર્ષે 800થી 900 ટન સોનાનો વપરાશ કરે છે. ત્યારે આ એક્સચેન્જનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

કેન્દ્રીય નાણામંત્રીએ જાહેરાત કરી હતી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Budget)બજેટમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સ્થાપનાની જાહેરાત કરી હતી. આ એક્સચેન્જ સ્થાપવા અને સંચાલન કરવા માટે કેન્દ્રએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડીંગ(આઇઆઇબીએચ) નામની એક હોલ્ડીંગ કંપનીની સ્થાપના કરી છે. તેના માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, ઇન્ડિયા આઇએનએક્સ, આઇએફએસસી, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ વચ્ચે MOU સાઇન કરાયા છે.

એક્સચેન્જથી અન્ય શું થશે ફાયદો ?

વિશ્વમાં ન્યૂયોર્ક, શિકાગો, લંડન, દુબઇ ગોલ્ડ એક્સચેન્જ અને શાંઘાઇમાં સ્પોટ બુલિયન એક્સચેન્જ છે. હવે નવું સ્પોટ એક્સચેન્જ ગુજરાતના ગિફ્ટ સિટીમાં બની રહ્યું છે. ત્યારે ભારતમાં પ્રથમવાર આવું એક્સચેન્જ લાઇવ થવાનું છે જે વૈશ્વિક બુલિયન વ્યાપારનો મોટો હિસ્સો આકર્ષે તેવી અપેક્ષા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x