મનોરંજનરાષ્ટ્રીય

શાહરૂખ ખાનના દીકરા આર્યન સહિત 3 લોકોની NCBએ કરી ધરપકડ..

ક્રુજ પાર્ટીના કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની એનસીબીએ ધરપકડ કરી લીધી છે. આર્યન ખાન સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમે શનિવારે મુંબઈમાં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં બોલીવુડના જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ પણ સામેલ છે. પૂછપરછ બાદ રવિવારે બપોરે આર્યન ખાન સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

NCBએ જે લોકોની ધરપકડ કરી છે તેમા આર્યન ખાન, આરબાજ મર્ચેંટ અને મુનમુન ધામેચા સામેલ છે. જ્યારે બાકીના પાંચ લોકો નુપુર સારિકા, ઇસ્મિત સિંહ, મોહક જયસવાલ, વિક્રાંત છોકર અને ગોમિત ચોપરાથી પણ પૂછપરછ કરવામાં આવી હતી. અરબાજ મર્ચેંટ આર્યનનો મિત્ર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x