રાષ્ટ્રીય

2023માં અયોધ્યામાં રામ મંદિર દર્શન માટે ખુલ્લુ મૂકાશે

અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાની શ્રદ્ધાળુઓની વર્ષો જૂની ઈચ્છા હવે નજીકના ભવિષ્યમાં જ પૂરી થશે. અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર અંગે મંદિર ટ્રસ્ટે જાણકારી આપતા અને શ્રદ્ધાળુઓને ફરી ખાતરી આપતા કહ્યું હતું કે મંદિરનું નિર્માણ કાર્ય અત્યારે ઝડપભેર ચાલી રહ્યું છે. હવે બે વર્ષની અંદર જ રામ જન્મભૂમિ મંદિર તૈયાર થઈ જશે અને નવેમ્બર-2023ના મધ્યભાગમાં શ્રદ્ધાળુઓ મંદિરના ગર્ભગૃહમાં જઈને ભગવાન શ્રી રામના દર્શન કરી શકશે.

શ્રી જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ ટ્વીટ કરીને આપી જાણકારીશ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ એક ટ્વીટ કરીને કહ્યું હતું, “શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ ઝડપભેર ચાલી રહ્યું છે. શ્રદ્ધાળુઓ મોડામાં મોડું ડિસેમ્બર 2023માં ગર્ભગૃહમાં જઈને ભગવાનના દર્શન કરી શકશે. અત્યારે મંદિરના પાયાનું કામ તો સંપન્ન થઈ ચૂક્યું છે, જ્યારે મંદિર નિર્માણનો બીજો તબક્કો નવેમ્બર મધ્ય ભાગ સુધીમાં સંપન્ન થઈ જશે.”
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવના ચંપત રાયે આ જ મહિનામાં અગાઉ ખુલાસો કર્યો હતો કે મંદિરના પાયાનું કામ સંપન્ન થઈ ગયું છે. જેમાં તેમણે કહ્યું હતું કે મંદિર નિર્માણનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. હવે પથ્થરોનું બનેલા અન્ય સ્તર પર કામ ચાલી રહ્યું છે, જેમાં કર્ણાટકના ગ્રેનાઈટ અને મિરઝાપુરના સેન્ડસ્ટોનનો ઉપયોગ થશે.

અનેક વર્ષોના ઈંતજાર પછી હવે ડિસેમ્બર 2023માં ભગવાન રામનો જન્મ થયો હતો એ ભૂમિ પર મંદિર તૈયાર થઈ જશે. મંદિર નિર્માણનો બીજો તબક્કો હવે પૂરો થવામાં છે. વર્ષોથી જે વિવાદિત ભૂમિ હતી ત્યાં જ આ મંદિર હવે આકાર લઈ રહ્યું છે અને તેના નિર્માણ કાર્ય માટેનું વિવિધ મટિરિયલ વિશ્વભરના અનેક દેશોમાંથી મંગાવવામાં આવ્યું છે.

અયોધ્યાના રામ મંદિરમાં શું હશે?
રામ મંદિર પરિસરમાં અન્ય અનેક આકર્ષણો પણ હશે. મંદિર પરિસરમાં મ્યુઝિયમ, રેકોર્ડ રૂમ, રિસર્ચ સેન્ટર, ઓડિટોરિયમ, ગૌશાળા, ટુરિસ્ટ સેન્ટર, વહીવટી કચેરી, યોગ સેન્ટર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હશે. કમિટીએ રાયબરેલી સ્થિત ઉંચાહાર થર્મલ પાવર પ્લાન્ટમાંથી ઈન્ડસ્ટ્રીઅલ ફ્લાઈ એશનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે, જેનો ઉપયોગ ઉપરોક્ત ભાગોના નિર્માણમાં થશે. જ્યારે જોધપુરથી સેન્ડસ્ટોન, રાજસ્થાનના માર્બલ અને બંસી પહાડપુરના ગુલાબી પથ્થરોનો ઉપયોગ પણ રામ મંદિર નિર્માણમાં થવાનો છે.

સુપ્રીમ કોર્ટે 2019માં ચુકાદો આપ્યા બાદ રામ મંદિર નિર્માણ પૂરઝડપે શરૂ થયું
વર્ષો જૂના રામ જન્મભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે 2019માં ચુકાદો આપ્યો પછી રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો બન્યો અને એ સાથે જ નિર્માણ કાર્ય પૂરઝડપે શરૂ કરી દેવાયું. અયોધ્યામાં આ વિવાદિત રહેલી ભૂમિ પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રામ મંદિરના નિર્માણના બીજા તબક્કાનું કામ હાલ પૂરઝડપે ચાલી રહ્યું છે. જ્યારે આ જ મહિનામાં અગાઉ પ્રથમ તબક્કાનું કાર્ય સંપન્ન થઈ ચૂક્યું છે.70 એકરમાં મંદિર નિર્માણનું કાર્ય થવાનું છે. જ્યારે આ મળીને મંદિર પરિસરનું નિર્માણ કાર્ય કુલ 107 એકરમાં થવાનું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x